ગુજરાતના ઘણા જિલ્લાઓ માથે જળસંકટ ઉભુ થયુ છે. ખેડા, આણંદ, મહીસાગર સહિત નવ જિલ્લામા જળસંકટના એંધાણ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ કડાણા જળાશયમાં હાલ 50 ટકા પાણી જથ્થો ખાલી થઈ ચૂક્યો છે. હવે કડાણા જળાશયની સપાટી ઘટીને 397.5 ફૂટ અને વણાંકબોરી ડેમ લેવલ 219 ફૂટ પર ચાલ્યુ ગયુ છે.
આ બાદ હવે કડાણાથી વણાંકબોરી ડેમમાં પાણી બંધ કરી દેવમા આવ્યુ છે. આ સાથે વાત કરીએ મહીની તો માર્ચ માહિનામાં 90 હજાર ક્યુસેક પાણી મહીસિંચાઈ વિભાગને આપ્યું અને 24 હજાર ક્યુસેક પાણી સુજલામ સુફલામ યોજનાને આપવામા આવ્યુ હતું. ડેમોની આ સ્થિતિ જોતા તંત્રએ કડાણા ડેમમાંથી 7 જિલ્લાઓને અપાતું પાણી બંધ કરી દેધુ જેર્થી હવે મધ્યગુજરાતના 7 જિલ્લાઓને મળતુ લગભગ 800 ક્યુસેક પાણી બંધ થઈ ચૂક્યુ છે.