વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે જ્યારે દરેક પાર્ટીએ પોતાનાં ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે ત્યારે અમુક પક્ષથી નારાજગી અથવા અન્ય કારણથી નેતાઓ પોતાની પાર્ટી છોડીને અન્ય પાર્ટીમા જોડાય છે. ત્યારે આવુજ કંઈક દેત્રોજના ડાંગરવાના ઠાકોર સમાજના અગ્રણી અને અગાઉ અમદાવાદ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન મનુજી ઠાકોરની કોંગ્રેસ પરીવારમા ઘર વાપસી કરી પરિવર્તન સંમેલનમા વિધિ વત રીતે કોંગ્રેસમા જોડાઈને કોંગ્રેસની સાથે સાથે વિરમગામ વિધાનસભા સીટને પણ મજબૂત કરી દીધી છે.
ત્યારે વિરમગામ વિધાનસભાના દેત્રોજ તાલુકાના ડાંગરવાના ઠાકોર સમાજના અગ્રણી મનુજી ઠાકોર ફરીથી કોંગેસમા જોડાયાં હતાં. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમા મનુજી ઠાકોરે કોંગ્રેસમા ઘર વાપસી કરી હતી. ઉલ્લેખનીય છે કે વિરમગામ વિધાનસભામા દરેક ઉમેદવારને જીતવા માટે ઠાકોર સમાજનાં મત નિર્ણાયક સાબિત થાય છે વિરમગામ વિધાનસભામા અંદાજીત 50000 જેટલાં મત માત્ર ઠાકોર સમાજના છે.
ત્યારે હવે જોવાનુ એ રહે છે કે કઈ પાર્ટીના ઉમેદવાર પર વિરમગામ વિધાનસભાના લોકો કળશ ઢોળે છે. નોંધનીય છે કે આપ નામનો પક્ષ પણ આ વખતે વિધાનસભામા સક્રિય થઈ ગયો છે. અને ચુંવાળ પંથકના ભામાશા તરીકેનુ બિરૂદ મેળવનાર કુંવરજી ઠાકોરને આપે ટિકીટ આપી ને કહાનીમા રસપ્રદ કરી દીધુ છે.