એક બાજુ હોળી અને બીજી બાજુ વરસાદ, ગુજરાતના 56 તાલુકામાં માવઠાનો માર, જુઓ ક્યાં કેટલો? નુકસાનનો પાર નહીં!

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

શિયાળા અને ઉનાળાની બેવડી મોસમના મહોલ વચ્ચે વરસાદે એંટ્રી કરી છે. હાલ રાજ્યના અનેક વિસ્તારોમા કમોસમી વરસાદ ખાબકી પડ્યો છે. આ માવઠાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન પહોંચ્યુ છે. રાજ્યમા ગઈ કાલે અને આજે પડેલા વરસાદ અંગે વાત કરીએ તો મોરબી નજીકના લાલપર ગામે ભારે પવન સાથે વરસાદ આવી પડ્યો હતો.

ભારે પવનથી કારખાનાનાં પતરા ઉડી ગયા

આ દરમિયાન અહી સીરામીક કારખાનાનાં પતરા ઉડી ગયા, વળી બીજી તરફ કારખાનાની મશીનને ઠંડી રાખવા માટેનો કુલીંગ પ્લાન્ટ પણ તૂટી ગયો હતો. પંચમહાલમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી.

રાજ્યમા ભારે પવન સાથે વરસાદ 

પંચમહાલમાં ભારે પવનને કારણે વીજપોલ ધરાશાયી થયા. વીજપોલ પર વૃક્ષ તૂટીને પડયો. આ સમયે આંગણે બેઠેલા પુત્રી-પિતા ઉપર વીજપોલ આવ્યો અને બન્નેને ગંભિર ઈજા થઈ. હાલ ઈજાગ્રસ્ત પિતા પુત્રીને 108 મારફતે હાલોલ ખસેડવામાં આવ્યા હતા. શંખેશ્વર તાલુકામાં પણ કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકશાન થયુ હોવાના સમાચાર છે.

કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતામા

બનાસકાંઠામાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. મળતી માહિતી મુજબ જીલ્લામાં મોટાભાગના તાલુકામાં કરા સાથે વરસાદ થયો છે જેના વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ વરસાદી માહોલના કારણે બટાટા, રાજગરો, એરંડા, ઈસબગુલના પાકને મોટું નુકશાન થશે.

ઘણા જિલ્લામા કમોસમી વરસાદ સાથે કરા પડ્યા

આ સિવાય વાત કરીએ સૌરાષ્ટ્રની તો અહી જામનગરના કાલાવડ પંથકમાં પવન સાથે આજે સતત બીજા દિવસે મેધરાજાએ ધબધબાટી બોલાવી છે. જિલ્લાના કાલાવડના ખરેડી, નીકાવા, ખડધોરાજી, આણંદપર, વડાલા, પીપર વિસ્તારમાં કરા પડ્યા હોવાના સમાચાર છે. આ કમોસમી વરસાદના કારણે ઘઉ, ચણા, જીરૂ, ધાણા તેમજ મેથી સહિતના પાકને નુકશાન થશે.

વીજપોલ ધરાશાયી થતા પિતા-દીકરી પર પડ્યો 

આ સાથે આજે રાજ્યના 56 તાલુકામાં વરસાદ નોંધાયો હોવાના સમાચાર છે. મળતી માહિતી મુજબ બગસરામાં 1 ઈંચ, સાયલામા 3. 13 મીમી, સુબિરમાં 12 મીમી, ડેડિયાપાડામાં 12 મીમી, માણસામાં 10 મીમી, ગોંડલમાં 10 મીમી, લોધિકામાં 10 મીમી, કપરાડામાં 9 મીમી, ઉમરપાડામાં 9 મીમી, માંડલમાં 8 મીમી, છોટા ઉદેપુરમાં 9 મીમી, જેતપુર પાવીમાં 8 મીમી, કુકરમુંડામાં 9 મીમી, બેચરાજીમાં 8 મીમી, લાઠીમાં 8 મીમી વરસાદ નોંધાયો છે.

PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનારને છોડી દીધો, કોર્ટે કહ્યું- પુરાવા ઘટે છે, એટલામાં કંઈ ના થાય

ઘેટા-બકરાંની જેમ ઢગલો થઈ ખડકાઈ ગયા… 55ની લિમિટમાં 180 ભરી દીધા, બસમાં મુસાફરો જોઈને RTOએ માથું પકડી લીધું

મે રાત દિવસ કાળી મજૂરી કરી ખુશ રાખી… 21 વર્ષની પુત્રવધૂ 60 વર્ષના સસરા સાથે ભાગી ગઈ, પતિની આપવીતી રડાવી દેશે

આ સિવાય બોટાદમાં પણ ભારે પવન અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની એંટ્રી થઈ હતી. કેટલાક ગામોમાં કરા સાથે વરસાદ નોંધાયો છે. પડવદર, સમઢીયાળા, ચિતાપર, ઈગોરાળા, મોટી કુંડળ, સોસલા ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. મહીસાગરમાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના લુણાવાડા અને ખાનપુર, ધરી, કડછલા, લાલસર, ધામોદ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થતાં વીજળી ગુલ થઈ જવા પામી હતી.


Share this Article