આણંદ જિલ્લામાં ત્રણ અલગ-અલગ જગ્યા બાદ હવે ખેડા જિલ્લાના નડિયાદ પાસેના એક ગામમાં પણ આકાશમાંથી ધાતુના ગોળા પડતા રહસ્ય ઘેરાયું છે. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. બનાવની જાણ થતાં પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી હતી. આણંદ બાદ ખેડા જિલ્લામાં પણ એક જેવી ઘટના બનતા આખરે આ વસ્તુ શું તે જાણવા માટે ઈસરોની મદદ લેવાશે! મળતી માહિતી પ્રમાણે ચરોતર બાદ હવે ખેડા જિલ્લામાં પણ રાતના સમય આકાશમાંથી ધાતુનો ગોળો પડવાની ઘટના સામે આવી છે.
નડિયાદ તાલુકાના ભૂમેલ ગામની સીમમાં આવેલા પોલ્ટ્રી ફાર્મના ખુલ્લા વિસ્તારમાં મધરાતે એક ધાતુનો ગોળો પડ્યો હતો. ધડામ કરતો અવાજ આવતાં આસપાસના લોકો જાગી ગયા હતા અને તપાસ કરતા તેમાંથી ધુમાડો પણ નીકળતો હતો. કઈંક થઈ જશે તેવા ડરથી લોકો ત્યાંથી ભાગીને ઘરમાં ઘૂસી ગયા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર સવાર પડતા જ લોકોએ ગામના સરપંચને આ અંગે જાણ કરતા પોલીસ બોલાવાઈ હતી અને વધુ તપાસ માટે હ્લજીન્ને પણ જાણ કરાઈ હતી. આ વસ્તુ શું છે ભલે તપાસનો વિષય હોય પરંતુ લોકોમાં તેને લઈને ડરનો માહોલ જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૩ દિવસથી આકાશમાંથી વરસી રહેલા ગોળા જેવા શંકાસ્પદ પદાર્થની તપાસ માટે ઈસરોનો મદદ લેવાનો ર્નિણય કરાયો છે.
જેથી તપાસ કર્યા બાદ તે ખરેખર શું છે જાણી શકાશે. બીજી તરફ શંકાસ્પદ વસ્તુને લઈને લોકો ડરી ગયા છે અલગ-અલગ પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને કલેકટર અને પોલીસ વિભાગે સંયુક્ત કવાયત હાથ ધરી છે. આ અંગે આણંદ કલેકટર મનોજ દક્ષિણી દ્વારા જાહેર જનતાને આ અંગેની કોઈ ખોટી માહિતી કે અફવાઓ અને ગભરામણની વાતોથી અંતર રાખવા અપીલ પણ કરવામાં આવી છે.