ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. હવામાન વિભાગ અનુસાર ઓગસ્ટ શરૂ થતાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદે ધડબડાટી બોલાવવાનું શરુ પણ કરી દીધું છે. હજુ પણ 8,9,10 ઓગસ્ટે રાજ્યમાં મેધરાજા જોરદાર બેટિંગ કરે તેવું શકયતા છે.
હવામાન વિભાગ દ્વારા રાજયના 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને તેમાં પણ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય મધ્ય અને ઉત્તર ગુજરાત વરસાદી ઝાપટાં પડી શકે છે.
હવામાન વિભાગ સિવાય અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી દીધી છે કે રાજ્યના અમુક વિસ્તારમાં તો 6 ઈંચથી પણ વધુ વરસાદ ખાબકશે. આ કારણે હવે તાપી અને નર્મદાના જળસ્તરની સપાટી ઊંચી આવશે. આવનારી 10 ઓગસ્ટ સુધીમાં તો મેધો દક્ષિણ ગુજરાતને પાણી પાણી કરી દેશે. આ સિવાય દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ધડબડાટી બોલશે.
*આજે આ જિલ્લાઓમાં મેધરાજા કરશે બેટિંગ:
સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ
પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ
દીવ,ગાંધીનગર,ખેડા,અમદાવાદ,આણંદ
ભરૂચ,ભાવનગર,બોટાદ,દમણ
*કાલે અહીં ખબકશે જોરદાર વરસાદ:
નવસારી, વલસાડ, પંચમહાલ, વડોદરા
સુરત, ડાંગ,છોટાઉદેપુર,નર્મદા
તાપી, સુરેન્દ્રનગર, અમરેલી,ભાવનગર
બોટાદ,અરવલ્લી, ખેડા,અમદાવાદ,આણંદ