આવનરા સતત 5 દિવસ સુધી રાજ્યમા મેઘો જોરદાર બેટિંગ કરશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્ય્કત કરી છે. જો કે છેલ્લા 24 કલાકમાં જ ગુજરાતના 19 તાલુકામાં મેધરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. હવામન વિભાગના જણાવ્યા અનુસાર આજે હજુ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, વડોદરા, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં વરસાદ ખાબકશે. 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી રાજ્યમા કરવામા આવી છે.
આ સાથે વાત કરવામા આવે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદમા સૌથી વધુ દિયોદરમાં સવા ઈંચ વરસાદ, રે ઉમરપાડામાં 19 મીમી, ડાંગમાં 13 મીમી વરસાદ, સાયલામાં 13 મીમી, જંબુસરમાં 11 મીમી, ગઢડામાં 11 મીમી અને બાબરામાં 11 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય ઘણા લાંબા વિરામ બાદ. જાફરાબાદ પંથકમા મેધરાજાની એંટ્રી થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.
ધારી ગીરમાં પણ મેઘરાજાએ ધબધાબાટી બોલાવી હતી. ગઇકાલે અને આજે પણ અમદાવાદમાં વરસાદ ખાબક્યો હતો. મળતી માહિતી મુજબ આ વર્ષે ગુજરાતમાં સિઝનનો 101.07% વરસાદ નોંધાયો છે જે 859.19 મીમી છે. રાજ્યના 66 તાલુકા એવા છે જ્યા 40 ઈંચથી વધુ વરસાદ, 122 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ, 62 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ, એક તાલુકામાં જ 10થી 20 ઈંચ વરસાદ નોધાયો છે.