રાજ્યમાં આગામી દિવસોમાં ફરી ગરમીનો નવો રાઉન્ડ શરું થશે, આગામી બે દિવસ કેટલાક વિસ્તારમાં હિટવેવ જાેવા મળશે. સામાન્ય રીતે હોળી બાદ ગુજરાતમાં ગરમીની શરુઆત પડતી હોય છે. જાે કે આ વર્ષે માર્ચ મહીનાની શરુઆતથી જ કાળઝાળ ગરમી શરુ થઇ ગઇ છે. છેલ્લા એક સપ્તાહથી તો ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. કેટલાક શહેરોમાં તો તાપમાન માર્ચ મહીનામાં જ ૪૦ ડિગ્રીને પાર કરી ગયુ હતુ.
જાે કે આ બધા વચ્ચે હવે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં હાલ હીટવેવની સંભાવનાને હવામાન વિભાગે નકારી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. બીજી તરફ રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉતરનાં પવન ફૂંકાય રહ્યા છે.અને અરબી સમુદ્રમાંથી ભેજ પણ આવી રહ્યો છે.જેના કારણે તાપમાન સામાન્ય નોંધાયા રહ્યું છે.જાે કે હવામાન વિભાગે આગાહી કરી હતી કે ૨૫ થી ૨૮ હિટવેવ રહેશે.
પરંતુ પવનની દિશા ઉત્તર પશ્ચિમની રહેતા હવામાં ભેજનું પ્રમાણ વધારે છે. જેના કારણે હિટવેવની આગાહી પરત ખેંચી છે. આગામી ૪ દિવસ તાપમાન યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.હવામાં ભેજ હોવાના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળશે. રાજ્યભરમાં છેલ્લા સપ્તાહથી જાેવા મળી રહેલી હીટવેવની અસર જરા ઠંડી પડી છે એટલે કે ગરમીનો પારો ગગડ્યો છે અને તાપમાનમાં એકથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે. જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.
હવામાન વિભાગે હાલ રાજ્યમાં હીટવેવની સંભાવના નકારી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ પણ બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. જાે કે, આવા વાતાવરણના કારણે લોકોને ઉકળાટનો સામનો કરવો પડશે. હવામાન નિષ્ણાતનું અનુમાન છે કે માર્ચના અંતમાં એટલે કે ૨૭ માર્ચથી ૭ એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ૪૪ ડીગ્રીએ પહોંચવાની શકયતા છે જ્યારે ઉત્તર ગુજરાતમાં ૪૩ ડીગ્રી નોંધાશે.
તેમજ કચ્છમાં પણ ૪૨ ડીગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. ૨૭ માર્ચથી ૭ એપ્રિલ સુધીમા રાજ્યના કેટલાક વિસ્તારમાં ૪૫ ડીગ્રી તાપમાન નોંધવાની શકયતા છે. ગરમીના કારણે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણ સક્રિય થવાની સંભાવના રહે જેના કારણે ૭ એપ્રિલ પછી હવામાનમાં પલટો આવશે. એકાએક તાપમાન ઊંચું નોંધાતા સમુદ્રમાંથી ભેજ ઉપર આવશે. હવામાં ભેજનું પ્રમાણ વધતા વાદળછાયું વાતાવરણ સર્જાય છે. એટલે ગરમી અને ત્યાર બાદ વાતાવરણ પલટો આવશે.