Gujarat Weather: હવામાન વિભાગે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આ કડકડતી ઠંડી વચ્ચે આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ત્યારબાદ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. તમને જણાવી દઈએ કે હાલ તો ખેડૂતોની સ્થિતિ કપરી જોવા મળી રહી છે. કારણ કે હાલ ખેતરમાં ખેડૂતોનો શિયાળું પાક ઉભો છે અને માવઠાનો માર પડ્યો તો પાક નિષ્ફળ જશે.
હવામાન વિભાગે રાજ્યમાં આગામી તારીખ 8, 9, 10 જાન્યુઆરીએ માવઠાની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદી માવઠું ખાબકી શકે છે.
કેજરીવાલને ED ફરીથી સમન્સ મોકલશે? તપાસ એજન્સીએ કર્યો ખુલાસો, શું ખરેખર ધરપકડ એ ષડયંત્રનો એક ભાગ?
અત્રે ઉલ્લેખનીય છે કે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં કડકડતી ઠંડીમાં ગુજરાતીમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.