આજે રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. આનંદ અને ઉલ્લાસ સાથે લોકો આજે પોતાના ઘરની અગાસી પર ઉત્તરાયણની ઉજવણી કરવામા લાગી ગયા છે. આ વચ્ચે . હવામાન વિભાગની સારી આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પવનની ગતિ 15થી 20 કિ.મી પ્રતિ કલાક રહેશે. આ જોતા પતંગ રસિયાઓને પતંગ ચગાવવામા ખુબ જ સરળતા રહેશે.
આ સાથે હવામાન વિભાગના જણાવ્યુ છે કે આજે પવન પણ સારો રહેશે. સડસડાટ પતંગ ચગી જશે. પવનની દિશા આજે ઉતર-પૂર્વ રહેશે અને બપોરના સમયે પવનની ગતિ ધીમી પડી જશે.
સડસડાટ પતંગ ચગી જશે
બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યા મુજબ હિમાલય તરફથી ફૂંકાતા ઠંડા પવનો રાજ્યમાં ફૂંકાઈ રહ્યા છે. આ કારણે ઠંડીનો ચમકારો વધ્યો છે. 14 અને 15 જાન્યુઆરી ઠંડીમાં વધારો થશે જેથી અગાસી પર જતી વેળાએ ફિરકી અને પતંગ સાથે ગોગલ્સ, ટોપી, સ્વેટર રાખવુ.
બપોરના સમયે પવનની ગતિ ધીમી પડી જશે
ઉત્તરાયણના તહેવાર દરમિયાન પંખીઓ દોરીના સથી વધુ શીકાર બને છે. આ જોખમી પક્ષીઓને લઇને સમગ્ર રાજ્યમાં 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
પવનની દિશા આજે ઉતર-પૂર્વ રહેશે
રાજ્યમા ઋષિકેશ પટેલે સવારે 09:00 વાગ્યા પહેલા અને સાંજે 05:00 વાગ્યા પછી પતંગ ન ઉડાડવા લોકોને અપીલ કરી છે. આ સાથે દર વર્ષની જેમ કરુણા અભિયાન આ વખતે પણ અંખીઓ માટે કામ કરી રહ્યુ છે. 1962 હેલ્પલાઈન તેમનો નંબર છે અને પક્ષી સારવાર કેન્દ્ર માટે 8320002000 વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકો છો.