Gujarat News: આગામી પાંચ દિવસની આગાહી કરતા હવામાન વિભાગે વાત કરી કે લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં આગામી 5 દિવસમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ બન્ને દરિયાકાંઠે પવનો ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરના ફૂંકાશે. જેની ગતિ 10-15 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
તાપમાનમાં વધારાની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયસ જવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી છે, જો કે સારું એ છે કે વરસાદ થવાની સંભાવનાઓ નથી. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારે મહત્તમ તાપમાન ગાંધીનગર અને અમદાવાદમાં 34.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હોવાના પણ અહેવાલ સામે આવી રહ્યાં છે.
કોંગ્રેસ અને ગઠબંધન શોભાના ગાંઠિયા સમાન રહી ગયા, બધા જ સર્વેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો!
રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું છે જ્યારે ગાંધીનગરમાં પણ હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે.