હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, 48 કલાકમાં ગુજરાતનો પારો ગગડશે, સ્વેટર-ધાબળા તૈયાર રાખજો

Lok Patrika
By Lok Patrika
Share this Article

Gujarat News: હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે વાત કરવામા આવે તો આવતીકાલથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. આ સાથે પૂર્વ ઉત્તર પૂર્વના પવનો છે એટલે ત્યાં પણ તાપમાન ઘટશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતીએ પણ આ વિશે આગાહી કરી છે 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડવાની પુરી શક્યતા છે.

નવી આગાહીમાં એ વાત પણ કરવામાં આવી છે કે હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સુક્કું રહશે, આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું છે. પૂર્વ ઉત્તર પૂર્વ પવનો હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો

ઠંડા પવનોના કારણે ગુલાબી ઠંડીનો અનુભવ

રાજ્યમાં 7 દિવસ તાપમાન યથાવત રહેશે

રાજ્યના 7 શહેરમાં 15 ડિગ્રીની નીચે તાપમાન

11 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર

ડીસામાં 14, ગાંધીનગરમાં 15 ડિગ્રી ઠંડી

સુરેન્દ્રનગર, રાજકોટ, ભુજમાં 15 ડિગ્રી તાપામાન

વડોદરા, અમરેલી, કેશોદમાં 16 ડિગ્રી તાપમાન

અમદાવાદમાં 17 ડિગ્રી નોંધાયું લઘુત્તમ તાપમાન

જો અત્યાર સુધીના તાપમાનની વાત કરવામાં આવે તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું છે. આ સાથે અમદાવાદ 16.7 ડિગ્રી, ગાંધીનગર 15.5 ડિગ્રી, રાજકોટ 14.6 ડિગ્રી, સુરેન્દ્રનગર 15.2 ડિગ્રી, વડોદરા 16.2 ડિગ્રી, ભુજ 14.5 ડિગ્રી, કંડલા 14.4 ડિગ્રી, અમરેલી 16.0 ડિગ્રી, ભાવનગર 17.4 ડિગ્રી, પોરબંદર 17.3 ડિગ્રી, ડીસા 14.2 ડિગ્રી , વલ્લભવિદ્યાનગર 15.5 ડિગ્રી, કેશોદ 15.9 ડિગ્રી, મહુવા 17.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

વિલંબથી PAN-Aadhar લિંક કરનારાઓના દંડથી સરકારની તિજોરી ભરાઈ, આશરે 2,125ની થઈ આવક

અયોધ્યાની રોનકમાં લાગશે ચાર ચાંદ, ભગવાન શ્રી રામના સાસરેથી આવશે પાઘડી, પાન અને મખાનાની ભેટ

Gujarat: ધોરણ 9 અને 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતી વિષયક પ્રકરણોનો સમાવેશ

હાલમાં જોઈ જ શકાય છે કે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યુ છે. આ સાથે લઘુત્તમ તાપમાન સાથે મહત્તમ તાપમાન પણ ઘટ્યું છે. વિગતો મુજબ 14 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જેમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly