હવામન વિભાગે રાજ્યમા વરસાદની આગાહી કરી છે. આ વચ્ચે આણંદમાં ગઈકાલે મેધરાજાએ ધબધબાટી બોલાવી દીધી હતી. આણંદમાં ભારે પવન સાથે મીની વાવાઝોડુ આવી પહોંચ્યુ હતુ. આ દરમિયાન ભારે પવન સાથે અગાસ ગામની સીમ વિસ્તારમાં કેળાનાં થડ પડી ગયા હોવાના દ્ર્શ્યો સામે આવ્યા છે. આ કારણે હવે ખેડુતોને ભારે નુકશાન થયું છે.
મળતી માહિતી મુજબ અંદાજે 50 વિધાથી વધુ જમીનમાં કેળાનાં કાંસકી સાથેનાં થડ પડી ગયા છે. ખેડૂતોનુ કહેવુ છે કે તેમના તૈયાર થવાના આરે પહોંચેલા પાકને ભારે નુકશાન થયુ છે. ખેતરોમાં કેળાનો પાક એકદમ તૈયાર હતો. બસ લુમો કાપવાની તૈયારી હતી અને આ વચ્ચે આ જોરથી ફુંકાયેલા પવનનાં કારણે કેળાનાં થડ ભાંગી પડ્યા છે. હવે ખેડુતો ચિંતામાં મૂકાયા છે અને રાજય સરકાર નુકશાનીનો સર્વે કરી કોઈ આર્થિક સહાય આપે તેવી માંગ મૂકી છે.