રાજ્યના માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ભુજ તાલુકાના માનકુવા ખાતે ભકિતનગર લેઉઆ પટેલ સમાજ ખાતે આવેલ ફૂડ પેકેટ સ્ટોક સેન્ટરની મુલાકાત લીધી હતી.
અહીં ૨૫ જેટલા સ્વયંસેવી ભાઈ બહેનો દ્વારા ફુડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમના દ્વારા લગભગ ૫૦૦૦ જેટલા બુંદી ગાંઠિયાના ફુડ પેકેટ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે તેમજ જરૂર પડ્યે અન્ય ૫૦૦૦ જેટલા ફુડ પેકેટ તૈયાર થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
મંત્રીએ સ્વયંસેવકો સાથે વાતચીત કરી ફુડ પેકેટનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે જીલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માનકુવા સરપંચ રમેશભાઈ ભૂડીયા, અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ, સમાજ પ્રમુખ ખીમજીભાઈ પિંડોરિયા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.