મોરારી બાપુએ ફરી એક એવુ નિવેદન આપ્યુ છે જે ચર્ચનો વિષયા બન્યુ છે. મોરારી બાપુએ આ વિવાદાસ્પદ નિવેદન હિન્દુ મુસ્લિમ વિશે આપ્યું છે જે બાદ ભારે વિવાદ સર્જાયો છે. મોરારી બાપુએ વ્યાસપીઠ પર કોઇનું નામ લીધા વિના હિંદુત્વના પ્રહરીનું ઉદાહરણ આપ્યુ હતુ.
તેમણે કહ્યું હતું કે, ‘હું હિંદુ મુસ્લિમની વાત કરું તો મારી આકરી ટીકા કરો છો. હું ગઝલમાં ઉર્દુ શબ્દ બોલું તો મારી આકરી ટીકા થાય છે. હિંદુત્વના પ્રહરી મસ્જિદમાં પણ જઈ આવ્યા તો કોઈ બોલી શકતું નથી. હું હિંદુ-મુસ્લિમ એકતાનો પ્રયત્ન કરું તો કેટલાક લોકો સહન કરી શકતા નથી. મારી ટીકા કરનારા લોકો હિંદુત્વના પ્રહરીના મુદ્દે કેમ બોલી શકતા નથી?’
આ અગાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ઑલ ઈન્ડિયા મુસ્લિમ ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડા ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી સાથે મુલાકાત કરી હતી જે દિલ્હીની કસ્તુરબા ગાંધી માર્ગ પર આવેલી મસ્જિદમાં થઈ હતી. હવે આ ઘટનાને ટાંકતા હિંદુત્વના પ્રહરીઓ પર નિશાન તાક્યુ હતુ.
ભૂતકાળમા પણ મોરારી બાપુએ નીલકંઠવર્ણી એટલે કે ભગવાન સ્વામિનારાયણ અંગે, ભગવાન દ્વારકાધીશને લઇને વિવાદિત ટિપ્પણી કરી હતી જેના કારણે વિવાદ સર્જાયા હતા. આ બાદ હવે ફરી એકવાર મોરારી બાપુનુ આવુ નિવેદન સામે આવ્યુ છે.