મોરબી ગઈ કાલે ઝૂલતો પુલ અચાનક તૂટી પડ્તા 400થી 500 જેટલા લોકો પાણીમા ખાબકી પડ્યા હતા. અત્યાર સુધીમા આ દુર્ઘટનામાં 140થી વધુ લોકોના મૃત્યુના સમાચાર છે. રેસ્ક્યૂની કામગીરી ચાલી રહી છે અને મોતનો આંકડો હજી પણ વધી શકે છે. રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ પણ ઘટના સ્થળે પોહચી ગયા હતા. આ વચ્ચે પૂજ્ય મોરારીબાપુએ રાજસ્થાનનાં નાથદ્વારામાં ચાલી રહેલ રામકથામાંથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
માહિતી મુજબ પૂજ્ય મોરારીબાપુએ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરતા મૃતકોનો ચોક્કસ આંકડો નક્કી થયા બાદ પ્રત્યેક મૃતકના પરિજનોને રુપિયા પાંચ પાંચ હજારની સહાયતા રાશિ આપશે તેવુ જણાવયુ છે.
આ સિવાય ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા મદદની જાહેરાત કરતા મંદિરના ચેરમેન હરીજીવન સ્વામીએ કહ્યુ છે કે મૃત્યુ પામેલા પરીવારોને સરકાર દ્વારા જે સહાય કરશે, જેમા ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા જે પ્રકારની મદદની જરૂર હશે તે મદદ કરવાની જાહેરાત કરાઈ છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી આપી છે.
આ સિવાય વીરપુરમા સંત શ્રી જલારામ બાપાની 223મી જયંતી માટે તમામ ડેકોરેશની લાઈટોનો શણગાર ઉતારી દેવાઈ છે અને પૂજ્ય જલારામ બાપાની શોભાયાત્રા પણ રદ કરાઈ છે. આ સાથે જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુબાપાએ અલગ અલગ ચોકમાં ફલોટસ તૈયાર નહિ કરવા તેમજ કેક સેલિબ્રેશન નહિ કરવા કહ્યુ છે અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી આપી છે.