મોરબીમાં મચ્છુ નદી પર 5 દિવસ પહેલાં જ નવા વર્ષે ખુલ્લો મુકાયેલો બ્રિજ આજે તૂટી પડતાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ 60થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે આંકડો ઘણો મોટો હોવાની ચર્ચા ઘટનાસ્થળે થઈ રહી છે. મહત્વનું છે કે પ્રશાસન તરફથી કોઈ મોતનો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી પણ 500 લોકો બ્રિજ પર હતા એવું બહાર આવી રહ્યું છે. ઓરેવા ટ્રસ્ટ પાસે પુલની જાળવણીની જવાબદારી છે. અહીં જુઓ દુર્ઘટનાનો વીડિયો…
#મોરબી જુલતો પુલ તુટી ને પડી ગયો 400 થી વધુ લોકો મચ્છુ નદી માં પડ્યા… બધાં નાગરિકો સ્વસ્થ બહાર આવે એવી ભગવાન ને પ્રાથના🙏😢 #BJP4Gujarat #AamAadmiParty #Congress #Morbi pic.twitter.com/x6COcnzUk9
— Parul Patel (Nadiad) (@Parul_Nadiad) October 30, 2022
માહિતી મળી રહી છે કે પુલ સરખી રીતે ઠીક થયો જ નોહતો છતાં પણ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેના કારણે આજે કેટલાય ગુજરાતીઓને જીવ ખોવાનો વારો આવ્યો છે અને હજુ પણ આંકડો વધે એવી શક્યતા છે.