મોરબીનો ઝૂલતો પૂલ તુટ્યો અને કેટલાય જીવ દફન થઈ ગયા એની કોઈને કંઈ વાત કરવા જેવી નથી, હજુ પણ એ પરિવારની આંખમાંથી આંસુ નથી સુકાયા. ત્યારે આજે ફરી એક એવા સમાચાર આવ્યા કે આપણા ધબકારા વધી જશે અને જીવ તાળવે ચોંટી જશે. આ ઘટના છે મોરબીના ટંકારાની કે જ્યાં એક મોટી દુર્ઘટના ટળી છે. ટંકારામાં ગામનો ગેટ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો અને સદનસીબે જેમાં કોઈ જાનહાની થઈ નથી.
જો કે મોટી વાત એ છે કે સીસીટીવી જોઈએ ત્યારે આપણે જાણવા મળે છે તેના પડવામાં થોડી સેકન્ડ જ ફેરફાર થયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત અને ફરીથી કેટલાય જીવ ગયા હોત. જે સમય ગામનો ગેટ ધરાશાઈ થયો તેના પહેલાની અમુક સેકન્ડો પહેલા જ સ્કુલ બસ ત્યાંથી પસાર થવાની જ હતી પણ સેકન્ડનો ફેરફાર થયો અને ન થઈ. જેથી કેટલા બધા બાળકોનો જીવ બચી ગયો હતો.
CCTV ફૂટેજ: મોરબીના માથેથી મોટી ઘાત ટળી, સ્કૂલ બસ નીકળી તે સમયે જ જુઓ કેવી દુર્ઘટના થઈ#Morbi #schoolbus #morbibridgecollapse pic.twitter.com/exHWEeAhP8
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 6, 2022
વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્કુલ બસ ત્યાં જ જઈ રહી હતી કે જ્યાં ગેટ તૂટી પડ્યો હતો. થોડા જ અંત્તર દૂર બસ રહે છે, જો તે બસ તેની નીચે આવી જાત તો મોટી દુર્ઘટના સર્જાત અને કેટલાય બાળકનો જીવ જઈ શક્યો હોત. આ વીડિયો મોરબીના ટંકારાનો છે. ટંકારાના નાકે બનાવવામાં આવેલો ગામનો ગેટ અચાનક ધડાકાભેર તૂટ્યો હતો. જેથી ચારેકોર હોબાળો મચી ગયો હતો.