એવું કહેવાય છે કે દર વર્ષે સિરામિક એકમો એક માસ મેન્ટેનન્સ માટે બંધ રહેતા જ હોય છે. જોકે પ્રથમ વખત સિરામિક એસો કક્ષાએ નિર્ણય કરીને એસો સાથે જોડાયેલી તમામ 800 જેટલી ફેકટરીઓ બંધ રાખવા નિર્ણય કરાયો છે અને દર વર્ષે એક માસનું વેકેશન રાખવાના નિર્ણયની શરૂઆત કરી દેવામાં આવી છે. પરંતુ હાલમાં મોરબી શહેરમાં સીરામીક એકમોમાં મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. મોરબી ઔદ્યોગિક નગરીમાં મુખ્ય રોજગારી સિરામિક એકમો દ્વારા આપવામાં આવે છે. મોરબીમાં 24 કલાક ધમધમતી સિરામિક ફેકટરીઓ ઓગસ્ટ માસની 10 તારીખથી એક માસ સુધી બંધ રહેશે જે અંગે સિરામિક એસોશિએસનના પ્રમુખો દ્વારા બેઠક કરી માહિતી આપવામાં આવી હતી. ત્યારે એનાથી ઘણી આડ અસરો પણ થવાની છે.
આપણ મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશ કુંડારિયાએ જ્યારે આ વાત કરી ત્યારે આપણે જણાવ્યું હતું કે દેશમાં ટાઈલ્સનું 95 ટકા ઉત્પાદન માત્ર મોરબીમાં થાય છે જ્યાં 800 ફેકટરીઓ આવેલ છે. આગામી બે વર્ષમાં નવી 200 ફેકટરીઓ આવી શકે છે હાલ ડોમેસ્ટિક ડીમાંડમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમજ એક્સપોર્ટમાં પણ ઘટાડો થવાથી લીક્વીડીટી સહિતના પ્રશ્નો આવતા હોવાથી ઉદ્યોગકારો સાથે જનરલ મીટીંગ યોજીને સર્વસંમતીથી નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી એક મહિનો એટલે કે 10 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
આ સાથે જ વાત કરવામાં આવે તો પ્રમુખ વિનોદ ભાડજાએ જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગની મંદીને ધ્યાને લઈને ડીવીઝન વાઈઝ મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં વેકેશન રાખવા નિર્ણય કરવા સર્વે ઉદ્યોગપતિ સહમત થયા હતા. કોરોના સમયે દોઢ માસ ફેકટરીઓ બંધ રહી હતી. હવે સપ્લાય ચેઈન નિયમિત થતા ઉદ્યોગને ફાયદો થયો હતો હાલ 25 થી 30 ટકા વધુ પ્રોડક્શન હોવાથી માંગ અને સપ્લાય ચેન ખોરવાઈ છે. એક માસ બંધ રાખવાથી સિરામિક ઉદ્યોગને 10 ટકા જેટલો ફાયદો થશે તેમજ ઉદ્યોગને ગેસ સપ્લાય કરતી ગુજરાત ગેસ કંપનીને પણ મેન્ટેનન્સ માટે સમય મળી રહેશે
ફેકટરીઓ બંધ થતા શ્રમિકોની રોજગારી સહિતના મુદે એસો પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં શ્રમિકો પોતાના વતનમાં ખેતી માટે જતા જ હોય છે. જેથી મજુરની શોર્ટેજ આ સિઝનમાં રહેતી હોય છે. તેમજ હાલ કન્ટેનર ભાડામાં વધારો પણ થયો છે એટલું જ નહિ ડોમેસ્ટિક માર્કેટમાં દીમંસ અને સપ્લાય રેશિયો અનિયમિત જોવા મળે છે જેથી એક માસ વેકેશન રાખવાથી ડીમાંડ અને સપ્લાય ચેન નિયમિત થશે જેથી ઓવર સ્ટોક અને ઓવર સપ્લાય ઉપરાંત લીક્વીડીટીનો પ્રશ્ન ઉકેલાઈ જશે.