રાજ્યના તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં ફઝ્રઈ કર્મી ફરજ બજાવતા હોય છે. ગુજરાતમાં ૧૦,૦૦૦થી વધુ (ગ્રામપંચાયત કમ્પ્યૂટર સાહસિક) ગ્રામ પંચાયતોમાં કમિશન આધારિત કામ કરે છે. જેમાં તેઓ મહેસુલ, અન્ન પુરવઠા, પંચાયત, ચૂંટણી સહિતની કામગીરી કરતા હોય છે પરંતુ તેઓને પગારની જગ્યાએ ૧ રૂપિયો કમિશન મળતુ હોવાથી તેઓ પગાર સહિતની માગને લઈ હડતાળ અને આંદોલનો કરી રહ્યા છે.
૧૫ વર્ષ કરતાં વધુ સમયથી સરકારના એક ભાગ તરીકે ગ્રામ પંચાયતોમાં કામ કરતા ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિકોએ સરકારી કર્મચારી અને સરકારી ધોરણે પગાર મેળવવાની માંગ સાથે શુક્રવારે એક દિવસની હડતાળ કરી હતી. સરકાર દ્વારા તેમના પ્રશ્નોના ઉકેલની મૌખિક ખાતરી આપવામાં આવી રહી રહી હોવાના આક્ષેપ સાથે ફઝ્રઈ કર્મીઓ વિરોધ કરી રહ્યા છે. રાજ્યના અંદાજિત ૧૧,૦૦૦થી વધફઝ્રઈ કામગીરીથી અળગા થયા હતા. જેને લઇને ગામડાંઓમાં ખેડૂતલક્ષી રાજ્યસ્તરની વહીવટી કામગીરી ખોરવાઇ હતી.
ત્યારે હવે જાે સરકાર દ્વારા માંગણીઓનો સ્વિકાર નહીં થાય તો કર્મચારીઓ ૫ ઓક્ટોબરે કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી કરશે એવું નક્કી કરવામાં આવ્યું છે. અગાઉ પણ આ સંગઠન દ્વારા સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી અને હડતાળ પણ કરવામાં આવી હતી. ત્યારે સરકાર દ્વારા તેમના પ્રશ્નોના ઉકેલની મૌખિક ખાતરી આપવામાં આવી હતી. ગત મહિને મંત્રી બ્રિજેશ મેરજા સાથે ફઝ્રઈના આગેવાનોની બેઠક મળી હતી. બાદમાં હડતાળ મોકૂફ રાખવામાં આવી હતી.
બાદમાં કર્મચારી આગેવાનોએ વધુ ચર્ચા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનું આયોજન કરાયું હતું. ગ્રામપંચાયત કમ્પ્યૂટર સાહસિક (ઓપરેટર) મંડળના મહામંત્રીએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા આંદોલન કર્યું હતું ત્યારે સરકારે ખાતરી આપી હતી, તેમ છતાં હજુ પ્રશ્નો ઉકેલાયા નથી. સરકાર માંગણીઓ નહી સ્વીકારે તો આગામી સમયમાં રાજ્યકક્ષાએ આંદોલન કરવામાં આવશે તેવી ફઝ્રઈ કર્મચારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.
ફઝ્રઈ એવા હોદ્દો છે જેમનું કામ પ્રત્યક્ષ રીતે જનતા સાથે જાેડાયેલું હોય છે. એટલે જાે આ કર્મચારીઓ તેમની માગોને મનાવવા માટે કામોથી અળગા રહે તો મોટી સંખ્યામાં લોકો પરેશાન થાય જ. ગામડાંઓમાં ખેડૂતોની રાજ્યસ્તરની યોજના સંલગ્ન કામગીરી ખોરવાઈ છે. આવકના દાખલા, રાશનકાર્ડ, આયુષ્માન કાર્ડ, ૭-૧૨ના ઉતારા, વિધવા સહાયની એન્ટ્રી, ઈ-શ્રમ કામગીરી ઈ-નિર્માણની કામગીરી સહિતના કાર્યો ખોરવાયા છે.
સરકાર માગણીઓ ઝડપભેર ઉકેલે તેવી વીસીઇએ માગણી ઉઠાવી છે. જાે આગામી સમયમાં આ કર્મચારીઓ હડતાળ કરે તો ગ્રામ પંચાયતોમાં ડિજિટલ ગુજરાત માટેની દાખલા સહિતની તમામ કામગીરી થંભી જશે. રાજ્યમાં ફઝ્રઈની હડતાળ મામલે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં ફઝ્રઈને ફિક્સ વેતન આપવા અને કમિશન પ્રથા બંધ કરવા માગ કરવામાં આવી છે.
કિરીટ પટેલે પત્રમાં હડતાળને કારણે સામાન્ય નાગરિકોને પડતી હાલાકીનો પણ ઉલ્લેખ કર્યો છે. સાથે કહ્યું કે, ફઝ્રઈના લઘુતમ વેતન ધારા અને અધિકારોનો ભંગ થઇ રહ્યો છે. જેથી સરકારે તાત્કાલિક આ પ્રશ્નોનો ઉકેલ લાવવાની જરૂર છે.ફઝ્રઈની હડતાળના પગલે વિકાસ કમિશનર એક્શનમાં આવ્યા છે. તલાટીને ગેરહાજર ફઝ્રઈની વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો વિકાસ કમિશનરે આદેશ કર્યો છે.
ફઝ્રઈ નિયમિત હાજર ન થાય તો પંચાયતે નવા ફઝ્રઈની નિમણૂંક કરવા અને ઈ-ગ્રામ કેન્દ્રના કાર્યરત ફઝ્રઈને સંચાલન માટે આદેશ કરાયો છે.મોરબીના ભરતનગર ગામે આવેલા ભરતવન ખાતે ગુજરાત રાજ્યની તમામ ગ્રામ પંચાયત કચેરીમાં કામા કરતા ફઝ્રઈનું સંમેલન રાખવામા આવ્યું હતું. જેમાં રાજ્યના પંચાયત વિભાગના બ્રિજેશ મેરજા હાજર રહ્યા હતા અને તેને ફઝ્રઈને નજીવું કમિશન આપવામાં આવે છે તેના બદલે પગાર ધોરણ લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.