હવે ગુજરાતમા IPS માટે સિલેક્ટ થનારાઓની સંખ્યા વધી છે. હાલમા એકસાથે 20થી વધુ અધિકારી IPS માટે નોમિનેટ થયા છે અને આવુ પહેલી વખત બન્યુ છે. આ અંગે માહિતી રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ આપી હતી. તેમણે કહ્યુ કે 20થી વધુ IPS તરીકે નોમિનેટ થશે, જે અંગે ગૃહ વિભાગ કામ કરી રહ્યો છે.
મળતી માહિતી મુજબ વર્ષ 2011ની બેચમાં DySP તરીકે ભરતી થયેલા 25 જેટલા અધિકારીઓ હતા જેમાથી IPS નોમિનેશન માટેની ક્લિયરિંગ પ્રોસેસ કરવામા આવી હતી જે હવે પૂર્ણ થઈ ગઈ છે અને એકસાથે 20થી વધુ ગુજરાતી અધિકારી IPS થવા જઈ રહ્યા છે.
આ અંગે વિગતે વાત કરીએ તો આ લીસ્ટમા સુરતના નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયા, અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશનર(કંટ્રોલરૂમ) ડો.હર્ષદ પટેલ, અમદાવાદ શહેરના ઝોન-4 નાયબ પોલીસ કમિશનર રાજેશ એચ.ગઢિયાનો સમાવેશ થાય છે. એક સમય હતો જ્યારે ગુજરાતમાં IPS અધિકારીઓની નિમણૂક 2:1 રેસિયો હતો પણ હવે સમય બદલાયો છે.