ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય પર પર અડધી રાત્રે હુમલો થયા હોવાના સમાચાર બાદ ગુજરાતનુ રાજકારાણ ગરમાયુ છે. વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં યોજાનાર કાર્યક્રમમાં જઈ રહ્યા હતા અને આ દરમિયાન બજારમાં ધારાસભ્યની કાર પર 5000થી વધુ લોકોએ હુમલો કર્યો છે.
હવે આ મામલે કોંગ્રેસ ભાજપ પર આરોપ લગાવી રહ્યુ છે. મળતી માહિતી મુજબ આ હુમલામા અનંત પટેલને આંખમાં ગંભીર ઈજા થઈ છે.
આ સિવાય 5000 હજારથી વધુ લોકોના આ ટૉળાએ જીલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીરની દુકાનમાં પણ તોડફોડ કરી અને પછી આંગ ચંપી દીધી હોવાના સમાચાર છે. આ આખો મામલા વિશે વિગતે વાત કરીએ તો બહેજ ગામમાં અનંત પટેલ જ ચાલે તેવો ગરબો ગાવામાં આવ્યો હતો.
આ દરમિયાન તેનો વીડિયો પણ રેકોર્ડ કરવામા આવ્યો હતો. હવે આ વીડિયો વાયરલ થયા બાદ તેને લઈને ભારે વિવાદ સર્જાયો છે. જો કે વિવાદ બાદ વીડિયો વાયરલ કરનારે માફી પણ માગી લીધી છે. આ સમગ્ર મામલા પછી આ હુમલો કરવામાં આવ્યો હતો.