ભાવનગરમાં વીજ કરંટ લાગતા માતા એન દીકરાનું મૃત્યુ થયા હોવાના સમાચાર બાદ સમ્ગ્ર પંથકમા શોક છવાઈ ગયો છે. આ મામલે PGVCLને જવાબદાર ગણાવવામા આવી રહ્યુ છે. ની PGVCLની બેદરકારીને લઈને માતા- પુત્રનો જીવ ગયો હોવાનો આક્ષેપ કરવામા આવી રહ્યો છે.
આ વિશે વિગતે વાત કરીએ તો ભાવનગરના ભરતનગર નજીક યોગેશ્વર સોસાયટી આવેલી છે અહી મૃતકના ઘર નજીક આવેલ વીજપોલથી ઘણા સમયથી અર્થિંગ આવતુ હતુ. તેઓએ આ અંગે ઘણી વખત ફરિયાદ પણ કરી છે. આ બાદ પણ PGVCL ના અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ માતા-પુત્ર દાદરા ઉતરી રહ્યા હતા અને આ સમયે અર્થીગને લઈને બંનેને જોરદાર ઇલેક્ટ્રિકટ કરંટ લાગ્યો. આ બાદ પરિવારજનોને જાણ થાય અને કોઈ સારવાર સુધી તેઓને લઈ જઈ શકે તે પહેલા જ બન્નેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. અનેક ફરિયાદો બાદ આ મામલે PGVCLએ કોઈ કાર્યવાહી ન કરી હોવાથી આ ઘટના બની તેઓ પરિવારજનુ કહેવુ છે.