માઉન્ટ આબુ, ભવર મીણા: ઉત્તર ભારતમાં પડી રહેલી હીમ વર્ષાની અસર દેશ ભરમાં વર્તાઈ રહી છે ત્યારે ઉત્તર ગુજરાત સહિત હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ હોય તેમ લોકો ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા ત્રણ દિવસથી માઈન્સ ૬ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. જયારે બનાસકાંઠા જિલ્લામાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા ગ્રામીણ વિસ્તારોમાં બરફ જામી ગયો હતો. માઉન્ટ આબુની સૌથી ટોચ ઉપર આવેલ ગુરુ શિખર માઈન્સ ૧૦ ડિગ્રી નોંધાયું છે.
તમારી તિજોરીમાં આમાંથી કોઈપણ એક વસ્તુ રાખો અને પછી જુઓ કમાલ, કુબેરનો ખજાનો તમારી આગળ પાછળ ફરશે
એટલે જ ઋષભ પંત મહાન છે… સર્જરી સફળ થઈ એટલે તરત જ બચાવનાર યાદ આવ્યા અને સૌથી પહેલા કર્યું આ કામ
જમ્મુ કાશ્મીર તેમજ કુલ્લુ મનાલી જેવો માહોલ હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં સર્જાયો છે. છેલ્લા ત્રણ દિવસથી સતત લઘુત્તમ તાપમાન માઈનસમાં રહેતા બાગ બગીચા સહિત બહાર પડેલા પાણીના પાત્રોમાં બરફ જામી ગયો હતો, જ્યારે સહેલાણીઓ શિયાળા ની ગુલાબી ઠંડી ની મજા માણવા ઉમટી રહ્યા છે. ઉત્તર ભારતમાં પડી રહેલી હીમ વર્ષાની અસર દેશ ભરમાં વર્તાઈ રહી હોય તેમ કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ છે ત્યારે માઉન્ટ આબુ સહિત સમગ્ર ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી વચ્ચે બરફ જામેલો જોવા મળ્યો હતો.
ગુરુ શિખર પર માઈન્સ 10 ડિગ્રી તાપમાન
સતત ઠંડીના લીધે સહેલાણીઓ દિવસ ભર ગરમ વસ્ત્રો અને ગરમ પીણાં તેમજ તાપનાનો આશરો લેવા મજબૂર બન્યા હતા. માઉન્ટ આબુના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, માઉન્ટ આબુમાં ચાલુ વર્ષે ઠંડી એ30 વર્ષ નો રેકોર્ડ તોડી નાખ્યો હોવાથી લોકો ઠંડી માં ઠુઠવાઈ રહ્યા છે.તો બીજી બાજુ અમીરગઢ સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ બરફ જામેલો જોવા મળ્યો હતો.
માઉન્ટ આબુમા સતત ત્રીજા દિવસે માઇન્સમાં તાપમાન
બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના ગિરિ મથક માઉન્ટ આબુમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી હોવાથી ત્યાં સતત ત્રીજા દિવસે પણ લઘુત્તમ તાપમાન માઈન્સમાં નોંધાતા સર્વત્ર બરફની સફેદ ચાદર પથરાયેલી જોવા મળી હતી.
વરસાદી નાળાઓમાં પણ બરફ જામ્યો
પર્વતીય પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે ઠેર ઠેર બરફ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ શહેર માંથી પસાર થતા વરસાદી પાણીના નાળાઓમાં પણ બરફના થર જામી ગયા હતા. માઉન્ટ આબુ સહિતના લોકોએ વર્ષો બાદ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો જોકે ગાત્રો થીજાવતી ઠંડીના લીધે જનજીવન પર માઠી અસર વર્તાઈ રહી છે. માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો 1993 બાદ એટલે કે ત્રીસ વર્ષ નો ઠંડીએ રેકોર્ડ તોડયો હોવાનું સ્થાનિક લોકો નું કહેવું છે.
બનાસકાંઠામાં જામી બરફની ચાદર
બનાસકાંઠા જિલ્લો માઉન્ટ આબુને અડીને આવેલો વિસ્તાર હોવાથી બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે બરફ જામી ગયો હતો. જોકે હજી હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ હાડ થીજાવતી ઠંડીનો અનુભવ લોકોએ કરવો પડશે.