Surat News: વિજય ભરવાડનું નામ તમે નહીં સાંભળ્યું હોય પણ આ વાત જાણીને તમે 100 ટકા વખાણ કરશો. કારણ કે સુરતમાં રિક્ષાચાલક વિજય ભરવાડ દ્વારા અનોખી સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં ”ધ કેરલા સ્ટોરી” ફિલ્મ જોવા જનારાને નિશુલ્ક સેવા શરૂ કરવામાં આવી છે. આ ફિલ્મ જોવા જનારને કોઈ જ ભાડુ આપવાનું રહેશે નહીં. લોકોને ફિલ્મ જોવા સિનેમાં સુધી ફ્રીમાં પહોંચાડશે.
આ સેવાની વિગતે વાત કરીએ તો સુરતનાં કોઈપણ સિનેમામાં મુવૂ જોનારાને થીયેટર સુધી ફ્રીમાં પહોંચાડવામાં આવશે. ત્યારે વિજય ભરવાડે નિઃ શુલ્ક સેવા માટે 2 રિક્ષાઓ પણ મુકી છે. મુવી જોવા જતી વખતે ફ્રી માં રિક્ષામાં તેઓને થિયેટર સુધી પહોંચાડવામાં આવશે. વિજય ભરવાડે આ બાબતે વાત કરી કે જ્યારે આવી સારી ફિલ્મ બનતી હોય. ત્યારે આજનાં યુવાનોને સંદેશ મળે. તેમજ અમુક રાજ્યમાં લવ જેહાદનાં કિસ્સા પણ સામે આવે છે. જે ખૂબ જ ચિંતાજનક છે. અને આ ફિલ્મમાં એક જ ધર્મનાં લોકોનું આ ષડયંત્ર છે. જેને આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. જેથી અમે મિત્રોએ ભેગા મળી ધ કેરલા સ્ટોરી ફિલ્મ જોવા માટે જનાર પરિવારને મદદ કરે છે.
‘ધ કેરલ સ્ટોરી’ને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. 9 મેના રોજ સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું હતું કે- ‘The Kerala Story ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવશે.’ આના એક દિવસ પહેલાં મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. તો કેટલાક રાજ્યોમાં તેના પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ આ ફિલ્મને લઈ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને હવે ઈન્દ્રભારતી બાપુએ પણ મહિલાઓને આ ફિલ્મ ફ્રીમાં બતાવવા માટે પહેલ કરી છે.
કોડીનાર વિસ્તારની મહિલાઓને આ ફિલ્મ ફ્રીમાં બતાવવામાં આવશે. 13 મેના રોજ બપોરે 12 થી 3 આ ફિલ્મને ફ્રીમાં બતાવવાનું આયોજન રાખવામાં આવ્યું છે. ન્યુ એરા સિનેમા મલ્ટીપ્લેક્સમાં આ ફિલ્મ બતાવવા માટે દરેક મહિલાઓ લાભ લઈ શકે છે. જો તમારે પણ સીટ બુકિંગ કરવાની હોય તો સામાજિક સદભાવના સમિતિ કોડીનારને સંપર્ક કરી શકો છો. બાકીની માહિતી નીચે આપેલા પોસ્ટરમાં આપ જોઈ શકો છો.