મહિલાની સુરક્ષાની વાતો કરતાં લોકોના મોંઢા ઉપર તમાચો છે અમદાવાદના ધોળકા માં બનેલી ઘટના. રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત છે તેવા દાવા આ ઘટનાએ પોકળ સાબિત કર્યા છે. આ ઘટના છે ગેંગરેપની. રાજ્યમાં ગુનાખોરીની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. તેમાં છાશવારે હવે ગેંગરેપ પણ થવા લાગ્યા છે. ચિંતા અને રોષની લાગણી જન્માવે તેવી વાત એ છે કેટલાક નરાધમો નાની બાળકીઓને પણ છોડતા નથી. આ ઘટનામાં પણ 15 વર્ષની છોકરી ને ગેંગરેપનો શિકાર બનાવવામાં આવી છે.
આ મામલે તારિખ ૨૧ માર્ચના રોજ મુસ્લિમ એકતા મંચ બીલખા ટિમ દ્વારા જુનાગઢ મુકામે કલેક્ટરની ઓફીસ જુનાગઢ કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું. ધોળકામાં ૧૫ વર્ષ ની દીકરી ઉપર થયેલા સામૂહિક દુષ્કર્મ મામલામાં પીડિત પરિવારને ન્યાય મળે અને સદર કેસની તપાસ ઉચ્ચ મહીલા અધિકારી અને ખાસ (એસ.આઇ.ટી)એજન્સીને સોંપવામાં આવે તેમજ આરોપીઓ પર પોક્સો એક્ટમાં જણાવેલ કાયદા મુજબ કાર્યવાહી થાય તેમજ તથસ્થ તપાસ થાય તે માટે મુસ્લીમ એકતા મંચ બીલખાના મુસ્લીમ એકતા મંચમાં પ્રમુખ આરીફ સર , ઇલ્યાસ, અસ્લમ , ઇરફાન, મજીદ તથા તેમની પુરી ટિમ તથા કોમનાં હમદર્દ લોકો દ્વારા આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે.