જે હોય એ… રૂપાણી કરી શક્યા એ ભૂપેન્દ્ર પટેન ન કરી શક્યા, જાણો વિદ્યાર્થીઓને શું ફટકો પડ્યો કે આવું બોલે છે

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

રૂપાણી સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાની યોજના જાહેર કરી હતી. આ યોજના મુજબ વિદ્યાર્થીઓને 1 હજાર રૂપિયામાં નમો ટેબલેટ આપવામા આવતા હતા. હવે રૂપાણી સરકારમાં શરૂ કરેલી આ નમો ટેબલેટ યોજના ભુપેન્દ્ર પટેલ સરકારમાં બંધ કરી દેવામા આવી છે.

એક હજાર રૂપિયામાં નમો ટેબલેટ આપવામા આવતુ હતુ

હાલ રજૂ કરાયેલા 2023-24ના વર્ષના બજેટમાં આ ટેબલેટ યોજનાનો ક્યાય ઉલ્લેખ નથી. આ યોજના જુલાઈ 2017 માં વિજય રૂપાણીની સરકાર દ્વારા શરૂ કરવામા આવી હતી. આ મુજબ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયામાં નમો ટેબલેટ આપવામા આવતુ હતુ.

2017 આ યોજનાનુ અમલીકરણ થયુ

આ માટે બજેટમાં 200 કરોડ રૂપિયાની ફાળવણી કરવામા આવતી હતી. 2017 આ યોજનાનુ અમલીકરણ થયુ. આ બાદથી સરકારે વિદ્યાર્થીઓને ટેબલેટ આપ્યા નથી.

Breaking: મોડી રાત્રે વલસાડ GIDCમાં મોટો બ્લાસ્ટ, ભયંકર આગ ફાટી નીકળ, આટલા લોકોના કરૂણ મોતથી ચિચિયારી

અદાણી ગૃપને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો, આ વિદેશી કંપનીએ અદાણી ગ્રૂપમાંથી બધું જ ફંડ પાછુ ખેંચી લીધું

182માંથી 156 બેઠકોથી અસંતુષ્ટ છે BJPને જીતાડનાર પાટીલ, હિંમતનગરમાં એવો ઘા માર્યો કે વિપક્ષની ઊંઘ હરામ કરી નાખી

આ પહેલાના આંકડાઓ પર નજર કરીએ તો અગાઉના બે વર્ષના બાકી 6 લાખ વિદ્યાર્થીઓને પણ હજુ સુધી ટેબલેટ મળયા નથી. આ બાદ 2023-24 માં તો આ યોજના અંગે ક્યાય ઉલ્લેખ પણ રહ્યો નથી.

 

 


Share this Article