Ahmedabad News : અમદાવાદથી ગુરુ શબ્દને શર્મશાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના ચાંદખેડામાં (Chandkheda) વિધાર્થીની સાથે અડપલા કરનાર નરાધમ શિક્ષક ની ધરપકડ કરાઈ છે. ચાંદખેડા વિસ્તારમાં સોના ગ્રુપ ટ્યુશન ચલાવતા શિક્ષક પ્રકાશ સોલંકીએ (Prakash Solanki) ગુરુ શબ્દને લાંચન લગાવે તેવું કૃત્ય કર્યું છે.
વિદ્યાર્થિની પર નજર બગાડી હતી
પ્રકાશ સોલંકીએ ધોરણ 12માં અભ્યાસ કરતી યુવતીને રેકી અને હેલીગ કરવાના બહાને ટ્યુશનમાં એકલતાનો લાભ લઈને તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. જેને લઈને ગભરાયેલી યુવતીએ તેના માતા-પિતાને વાત કરતા વિદ્યાર્થિની અને તેના પરિવારે ચાંદેખેડા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ચાંદખેડા પોલીસે નરાધમ પ્રકાશ સોલંકીની ધરપકડ કરી છે, આ લંપટ શિક્ષકે પોતાના જ ક્લાસીસમાં આવતી ધોરણ 12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર ખરાબ નજર કરી હતી.
હવામાન વિભાગની ઘાતક આગાહી, આજે 4 જિલ્લામાં બારે મેઘ ખાંગા, આખું ગુજરાત મેઘરાજાની લપેટમાં આવી જશે
લંપટ શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ
આ લંપટ શિક્ષકે આ વાતની જાણ કોઈને ન કરવા વિદ્યાર્થીનીને દબાણ પણ કર્યું હતું, જોકે યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. હાલ તો પોલીસે આરોપી લંપટ શિક્ષકની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. સાથે જ આરોપીના ટ્યુશન ક્લાસીસ અને આસપાસના CCTV ફૂટેજ મેળવી તેમજ અન્ય વિદ્યાર્થીના નિવેદન લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને પગલે ક્લાસીસમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યાં છે. ત્યારે આવા લંપટ શિક્ષક સામે કડક કાર્યવાહી થાય તે ખુબ જરૂરી છે.