ગુજરાતમાં કેટલાક છે આવા બુ્દ્ધિ વગરના, ઘરમાં પૈસાનો વરસાદ થશે એવી ઘેલછામાં 9 વર્ષના માખણ જેવા બાળકની બલિ ચઢાવી

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

સેલવાસથી ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીના દાદરા નગર હવેલી પાસે આવેલા સાયલીમા પૈસાનો વરસાદ થશે તેવિ અંધશ્રદ્ધામા નાનકડા બાળકની નરબલી ચઢાવી દેવામા આવી હોવાની વાત સામે આવતા ચકરાર મચ્યો છે. આ વિશે વિગતે વાત કરીએ તો આ બાળક 9 વર્ષનુ હતુ અને તેનુ નામ ચૈતા કોહલા હતુ.


9 વર્ષના બાળકની નરબલી

આરોપી રમેશ પૈસાદાર થવા માંગતો હતો અને મેલી વિધાનો જાણકાર હતો. તેણે પોતાની ભૂખ સંતોષવા પૈસાનો વરસાદ કરાવાનુ નક્કી કર્યુ અને મેલી વિદ્યા શરૂ કરી જેમા નરબલી જરૂરી હતી. આ માટે રમેશે તેના મિત્ર શૈલેષને કહ્યુ અને શૈલેષે સગીરનો સંપર્ક કર્યો. આ બાદ શૈલેષ નામના આરોપીએ સાયલીમાં એક ચિકન શોપમાં ખાટકીનું કામ કરતા સગીર સાથે મળીને મેલીવિદ્યાનો પ્લાન કર્યો. આ માટે 9 વર્ષીય ચૈતાનું અપહરણ કર્યું અને તેની હત્યા કરી નર બલી ચડાવી હતી.

અંધશ્રદ્ધાની આડમા માસૂમની હત્યા

મળતી માહિતી મુજબ બાળકના પરિવારજનોએ ચૈતા ગુમ હોવાની ફરિયાદ પણ નોંધાવી હતી. હવે પોલીસે આ મામલે માસુમ ચૈતાની હત્યાયારા મેશ ભાડીયા સંનવર અને ડાંગના સુબીર તાલુકાના ઉપલામહલ ગામનો શૈલેષ કોહકેરા અને એક સગીર ની ધરપકડ કરી છે. આ મામલે સેલવાસ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

આ દરમિયાન જાણવા મળ્યુ છે કે ચૈતાની બલી ચડાવી આરોપી પૈસાનો વરસાદ કરાવવા અને અસીમ શક્તિ મેળવવા માંગતો હતો. તેણે મેલીવિદ્યાના નામે માસૂમ બાળકની નર બલી ચઢાવી હત્યા કરી નાખી છે.


પોલીસ તપાસમા થયા ચોંકાવનારા ખુલાસા

આ તમામ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે વાપીના કરવડ નજીકથી પસાર થતી દમણ ગંગા નહેરમાંથી એક બાળકનો ક્ષતિક્ષત હાલતમાં અર્ધમૃતદેહ મળી આવ્યો. ત્યારબાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાયલીના સ્મશાન નજીકથી પણ એક બાળકનો અર્ધમૃતદેહ મળ્યો. હવે વલસાડ પોલીસ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથધરી છે.

 

 

 

 


Share this Article