ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવરા રાજકીય માહોલ ગરમાવા છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પન એડીચોટીનુ જોર લગાવી રહી છે. છેલ્લા ઘણા સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કઈ પાર્ટીમા જોડાશે તેને લઈને અટકળો લાગી રહી છે. આ વચ્ચ હવે તેમણે આજે કહ્યુ કે 20 અને 30 માર્ચની વચ્ચે રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગે નિર્ણય જાહેર કરીશ. હું લોકોના કામ કરવામાં માનું છું, મંત્રી બનવા નથી માગતો.
એક તરફ નરેશ પટેલે હાલમા દિલ્હીની મુલાકાત લીધી અને બીજી તરફ આમ આદમી પાર્ટી તેમને રાજ્યસભાની ઓફર કરી રહી છે. મળતી માહિતી મુજબ માર્ચના અંતમાં પંજાબમાં રાજ્યસભાની 5 સીટની ચૂંટણી યોજાઈ રહી છે અને આપને તેમા 4 બેઠક મળવાની શકયતા છે. હવે ભાજપ, કૉંગ્રેસ, આપના નેતાઓ પણ નરેશ પટેલનો સંપર્ક કરીવામાં લાગી ગયા છે. નરેશ પટેલના બે દિવસ દિલ્હી પ્રવાસ બાદ તેઓ સીધા દિલ્હીના રાજકારણમાં જાય તેવી અટકળો છે.
નરેશ પટેલની દિલ્હી મુલાકાત અંગે સ્પષ્ટતા કરતા કહ્યુ કે દિલ્હીમાં ઔદ્યોગિક મેળો હતો. અમારી એક પાર્ટનર કંપની જર્મનીમાં છે. જેમાંથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આવવાના હતા અને તેમને મળવા હું ગયો હતો. દસ્તાવેજમાં મારા હસ્તાક્ષરની જરુર હોવાથી મારે દિલ્હી જવાનું થયુ હતુ. જેમાં કોઇ રાજકીય બેઠક થઇ નથી અને કોઇની સાથે વાતચીત થઇ નથી.