સુરક્ષા સેતુ સોસાયટી, નર્મદા પોલીસલક્ષમ હોન્ડા રાજપીપળા, સ્વ.અલ્કેશસિંહ જે.ગોહિલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે NMD ચેનલના આયોજકો દીપકભાઈપટેલ, પ્રવીણભાઈ પટવારી, ગોહિલ ભાઈ દ્વારા આયોજિત રાજપીપલા સરદાર ટાઉનહોલમાં નર્મદા જિલ્લામાં વિશિષ્ટ કામગીરી
કરનાર અધિકારીઓ કર્મચારીઓ,વિવિધ સંસ્થાઓ તેમજ વ્યક્તિગત રીતે વિશિષ્ટ સમાજ ઉપયોગી કામગીરી કરનાર નર્મદા જીલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને જિલ્લાનું ગૌરવ વધારી અન્યને પ્રેરણા આપનાર શ્રેષ્ઠિઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો.જેમાં 78 જેટલા શ્રેષ્ઠિઓ ને નર્મદા રત્ન એવોર્ડ 2024 એનાયત, શાલ ઓઢાડી, પુષ્પ ગુચ્છ એનાયત કરી સન્માનિત કર્યા હતા. જેમાં નર્મદાના સાહિત્ય રત્ન એવા જાણીતા સાહિત્યકાર વિજ્ઞાન લેખક દીપક જગતાપને 2024નો નર્મદા સાહિત્ય રત્ન એનાયત કરાયો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે,ધારાસભ્ય ચૈતર વસાવા, પૂ.જયદેવ શાસ્ત્રીજી, નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ, પૂર્વ ધારાસભ્ય પી ડી વસાવા,નગરપાલીકા પ્રમુખ ધાર્મિષ્ઠા બેન પટેલ, પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ ડીઆરડીએ ડાયરેકટર જાદવ સાહેબની ઉપસ્થિતી માં NMD ચેનલ પરિવાર દ્વારા દીપક જગતાપને નર્મદા રત્ન એવોર્ડ-2024 થી સન્માનિત કરી,શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ આપી સન્માનિત કર્યાહતા.
નર્મદાનું સાહિત્ય રત્ન તરીકે જેમનું નામ ગૌરવભેર લઇ શકાય અને સાહિત્ય, વિજ્ઞાન, શિક્ષણ, પત્રકારત્વ અને સમાજીક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી બહુમુખી પ્રતિભા,સનિષ્ઠ સારસ્વત, જાણીતા લેખક અને વરિષ્ઠ પત્રકાર નું બીજું નામ એટલે દીપક જગતાપ.
સાહિત્ય જગતમાં જેમના 3000 થી વધુ લેખો પ્રગટ થયા છે ,12 થી વધુ પુસ્તકોના લેખક,જેમના બે વિજ્ઞાન પુસ્તકો ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત થયા છે,વિવિધ અખબારોમાં કોલમ લખતા સાહિત્યકાર અને વિજ્ઞાન લેખક દીપક જગતાપ નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ પણ છે.
જેમને “ગુજરાત હુઝ હું “અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે “એશિયા પેસીફીક હું જ હું” મા સ્થાન મળ્યું છે.જેઓ અસંખ્ય એવોર્ડથી સન્માનીત થઈ ચુક્યા છે એવા 35 વર્ષથી વિવિધ અખબારો અને અનેક ટીવી ચેનલોમાં કાર્યરત એવા વરિષ્ઠ પત્રકાર જેઓ પોતાના અખબાર વોઇસ ઓફ નર્મદાના મેનેજીંગ તંત્રી પણ છે. અને નર્મદામાંથી સૌ પ્રથમ વિજ્ઞાન માસિક શરૂ કરનાર સાયન્સ ગ્રાફી મેગેઝીન
ના પોતે તંત્રી માલિક પણ છે.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
અનેક વાર રક્તદાન કરનાર રક્તદાતા ઉપરાંત રક્તદાન કેમ્પનું આયોજન કરી અનેક સેવાકીય, શિક્ષણ સાહિત્ય અને વિજ્ઞાનની પ્રવૃત્તિઓ માટે નિવૃત્તિ પણ પછી ફૂલટાઈમ પ્રવૃત્તિ કરનાર, ઉપરાંત પોતે એક સારા વક્તા અને મોટીવેશનલ સ્પીકર પણ છે. એટલે ઓલ રાઉન્ડર જેને કહી શકાય એવી બહુમુખી પ્રતિભા ધરાવનાર પ્રતિભા સંપન્ન દીપક જગતાપનું નર્મદા સાહિત્ય રત્ન એવોર્ડ એનાયતકરાયો હતો