હાલમાં લમ્પી વાયરસનો હાહાકાર છે. એક તરફ ગાયના ટપોટપ મોત થઈ રહ્યા છે. તો બીજી તરફ બનાસકાંઠામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે સાંભળીને આખું ગામ ધ્રુજી ઉઠશે, કારણ કે માણસ જ્યારે ગાય જેવી માતાને પણ અશ્લીલ નજરથી જોઈ શકતો હોય તો એને કળિયુગની પણ વ્યાખ્યા બદલવી પડે. વાત જાણે કે એમ છે કે બનાસકાંઠાના થરાદમાં ગાય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે. જેમાં ગાય સાથે સુષ્ટિ વિરૂદ્ધનું કાર્ય કરનાર વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.
આ મામલે એવી વિગતો પણ સામે આવી રહી છે કે થરાદમા મુલુપુર ગામ પાસે ભારતમાલા રોડ પર ઘટના બની હતી. જેમાં થરાદ પોલીસે વિધર્મી આરોપી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. થરાદના મુલુપુર ગામ પાસે ભારતમાલા રોડનું કામ કરતી રવિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં કામ કરતાં વિધર્મી યુવકે રાત્રી દરમિયાન ગાય સાથે કર્યું સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતુ. તેમાં કંપનીનો અન્ય માણસ વિધર્મી યુવકને જોઈ જતાં તેને અન્ય વ્યક્તિઓને વાત કરી પોલીસ ફરિયાદ નોંધાવી છે. થરાદ પોલીસે રાજસ્થાનના આરોપી વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો વળી બીજી તરફ લોકો પણ આ ઘટના અને આરોપી પર ખરાબ રીતે ફિટકાર વરસાવી રહ્યા છે.