Gujarat News: નવસારી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં પોલીસે અકસ્માતગ્રસ્ત કારમાંથી 84,000 રૂપિયાની કિંમતની 672 ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી છે. પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધ્યો છે. જોકે, વલસાડના પારડી તાલુકાના ઉદવાડાનો જયદીપ પટેલ નામનો વ્યક્તિ અકસ્માત બાદ ઘટનાસ્થળેથી નાસી જવામાં સફળ રહ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાહદારીઓ પોતાની કારમાંથી દારૂની બોટલો બહાર કાઢતા જોવા મળે છે.
ઝડપભેર આવી રહેલી ફોર્ચ્યુનરે બીજી કારને ટક્કર મારી હતી
અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું હતું કે, ચૈતાલી ગામના મુખ્ય માર્ગની બહારના ભાગમાં જયદીપ પટેલ દ્વારા ચલાવવામાં આવતી ઝડપી ફોર્ચ્યુનરે હરીશ હળપતિ દ્વારા ચલાવવામાં આવતી બીજી કારને ટક્કર મારી હતી. પટેલે પોતાની કાર પરનો કાબૂ ગુમાવ્યો અને એક ઝાડ સાથે અથડાઈ. એક અધિકારીએ કહ્યું, “ હરીશે તેની કારને થયેલા નુકસાન માટે પૈસાની માંગણી કરી હતી. આ દરમિયાન પટેલે તેમના ઘરનું સરનામું અને સેલફોન નંબર તેમની સાથે શેર કર્યો હતો. દરમિયાન, સ્થળ પર પસાર થતા લોકો એકઠા થવા લાગ્યા હતા, પટેલ સ્થળ પરથી ભાગી ગયા હતા.
હવે સરકાર ઓનલાઇન સસ્તી ડુંગળી વેચશે, ભાવ કાબૂમાં રહે એટલે તાત્કાલિક નિર્ણય કર્યો
શાકભાજી વેચતા અને બાંધકામ કરતા મજૂર બન્નેના ખાતામાં આવ્યા કરોડો, તપાસ કરી તો પોલીસની આંખો ફાટી ગઈ!
પોલીસે આરોપી યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો
અધિકારીએ કહ્યું, “સ્થાનિક રહેવાસીઓએ કારમાં IMFL બોટલ જોઈ અને તેને ઘરે લઈ જવા લાગ્યા. કેટલાક ગ્રામજનોએ તેનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો.” પોલીસ ઘટના સ્થળે પહોંચતા જ સ્થાનિક રહીશો વિખેરાઈ ગયા હતા. પોલીસને પટેલની કારના ટ્રંકમાં બેગમાં છુપાવેલી IMFLની 672 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 84,000 છે. ચીખલી પોલીસે તે જ દિવસે પટેલ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ચીખલી પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે, “અમે આરોપી ડ્રાઇવરની શોધ શરૂ કરી છે જે ભૂગર્ભમાં ગયો છે. અમે ફોર્ચ્યુનર પાસેથી વધુ એક કારની રજિસ્ટ્રેશન પ્લેટ પણ જપ્ત કરી છે.