અમદાવામાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 146મી રથયાત્રાની પ્રથમ રિહર્સલ યોજાઇ હતી. જેમાં પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા. ત્યારે રથયાત્રામાં આ વખતે કેટલાક જરૂરી ફેરફારો સાથે આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે કોઇપણ વ્યક્તિ રથયાત્રા દરમિયાન સાથે બેગ રાખી શકશે નહીં.
#Rathyatra2023 pic.twitter.com/4NPNk24eNh
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) June 17, 2023
અમદાવાદમાં 146મી રથયાત્રાને લઈ રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં રથયાત્રા દરમિયાન સમાન્ય લોકોને અડચણ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સમગ્ર વ્યવસ્થામાં મોટી સંખ્યમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. શહેર પોલીસ કમિશનરે સમગ્ર રૂટ પર સૂચનો કર્યા હતા.
#rathyatra2023 pic.twitter.com/22Q07vKNCU
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) June 17, 2023
જેમાં 25થી વધારે વોચ ટાવર ઊભા કરાયા. શ્રદ્ધાળુ માટે મેડિકલ વ્યવસ્થા સહિત 16 જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રખાશે. ગઈવખતે રથયાત્રામાં નાના બાળકો ગુમ થયા હતા જેને લઇને જન સહાયતા કેન્દ્ર ઊભા કરવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો
યુવાને 27 હજારનો નવો નકોર મોબાઈલ ખરીદ્યો, અઠવાડિયા પછી જ ભયંકર રીતે બ્લાસ્ટ થયો, મોત દેખાઈ ગયું
રથયાત્રાના રૂટ પર કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અસમાજિક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેવો પોલીસ અધિકારીઓએ દાવો કર્યો છે. ત્યારે રથયાત્રા દરમિયાન CCTV અને 3 ડ્રોન દ્વારા ધ્યાન રાખવામાં આવશે. પોલીસ અધિકારીઓ રથયાત્રામાં બોડીવોર્ન કેમેરા સાથે જોડાશે. રથયાત્રા દરમિયાન 27 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવશે.ત્યારે આ વખતે લોખંડી બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે.