બ્યુરો:પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાંમાં પાણી અને વીજળીના પ્રશ્ને ધરતીપુત્રો સરકાર સામે રોષે ભરાયા છે. જોકે બજાર બંધ રાખવાનું આહવાન કરતા શનિવારે વેપારીઓએ ખેડૂતોને ટેકો આપી બજાર બંધ રાખતા બજાર ના માર્ગો પર સન્નાટો વ્યાપી ગયો હતો. બનાસકાંઠા જિલ્લામાં પાણી અને પૂરતી વીજળીને લઈ અનેક રેલીઓ આવેદનપત્ર ધરતીપુત્રો દ્વારા આપવામાં આવ્યા છે.
જોકે હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી તે ઉપરાંત ગત રોજ દિયોદર પંથકના ખેડૂતો એ રેલી યોજી વીજળી નિયમિત આપવા માટેનું આવેદનપત્ર તેમજ શનિવારે બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જો કે વેપારીઓ પણ આ લડત માં જોડાયા હોય તેમ તમામ નાનીમોટી દુકાનો બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં એક તરફ પાણીની ખેંચ વર્તાઈ રહી છે. જેમાં ઉનાળુ વાવણી ને લઈ ખેડૂતો વિમાસણ માં મુકાયા છે ત્યારે પાણી અને વીજળી ને લઈ સરકાર સુધી પોતા નો અવાજ પહોંચાડવા ક્યારે ટ્રેક્ટર,ક્યારે મૌન ક્યારે ઢોલ તો ક્યારે છાજીયા લેવાઈ રહ્યા છે.