રાજ્યમાં વધુ એક પેપર લીકની ઘટના બની છે. ધોરણ 10 અને 12 પ્રિલિમનરી પરીક્ષાના પેપર લીક થયા છે. શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થયુ છે. યુટ્યુબ પર પેપર લીક કરાયુ છે. પેપર લીક કરનારા કૌભાંડીઓને આકરી સજા કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માગ કરાઈ છે.
શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થતાં વિદ્યાર્થીઓમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. જો નવનીત પ્રકાશનમાં પરીક્ષાનું પેપર છપાય છે તો એ પણ આ પેપર લીકમાં જવાબદાર હોઇ શકે છે, જેમાં ધો.10 અને 12નાં પ્રીલિમનાં પેપર લીક થતાં વિદ્યાર્થીઓમાં ચર્ચા જાગી છે. હવે તો તમામ પેપર આ રીતે જ લીક થતાં હોય તો પરીક્ષામાં મહેનત કરવાનો કોઇ મતલબ નથી. યુટ્યૂબ પર પેપર લીક કરાયાનો આરોપ લગાવતાં જણાવ્યું છે કે બે દિવસ પહેલાં જ સોશિયલ મીડિયામાં પેપર લીક થયા છે, જેમાં સંપૂર્ણ સોલ્વ પેપર વીડિયો સાથે અપલોડ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં ફરીવાર પેપર ફૂટવાની ઘટના બની છે. ધોરણ 10 અને 12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર લીક થયું છે, જેમાં યુટ્યૂબ પર પેપર લીક કરાયાં છે. પેપર લેવાયાના બે દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં પેપર લીક થયું છે. એમાં યુટ્યૂબ પર સંપૂર્ણ પેપર સોલ્વ કરી વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. નવનીત પ્રકાશનમાં આ પ્રીલિમિનરી પરીક્ષાનાં પેપર છપાય છે, જેથી હવે નવનીત પ્રકાશન દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે. હાલમાં યુટ્યૂબરે ચેનલ ડિલિટ કરીને વીડિયો પણ યુટ્યૂબ પરથી ડિલિટ કરી દીધો છે. શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થતાં ભારે ચકચાર મચી છે. સ્કૂલ કક્ષાએથી પરીક્ષા લેવાતી હોવાથી કેટલીક સ્કૂલોને જ નવનીત પ્રકાશન દ્વારા છાપવામાં આવેલાં પેપરોની અસર થઈ શકે છે.