Gujarat News : દરેક ઋતુમાં નક્ષત્રોનું (Constellation) વિશેષ મહત્વ હોય છે, અને નક્ષત્ર જોઈને પણ નિષ્ણાતો અનુમાન લગાવતા હોય છે કે, આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે. આવી રીતે જ ચોમાસામાં ખાસ નક્ષત્રો જોવામાં આવે છે. જેના પરથી વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે. ચોમાસામાં મઘા નક્ષત્રનું (Magha Constellation) વિશેષ મહત્વ છે. મઘા નક્ષત્રમાં જો વરસાદ થાય તો તેનું પાણી ઉત્તમ ગણાય છે. સાથે-સાથે માખીનો (fly) ઉપદ્રવ વધે છે, એવું પણ કહેવામાં આવે છે.
17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર બેસી ગયું છે. મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો તેનું પાણી ખૂબ સારું કહેવાય છે. કૃષિ પાક માટે ઉત્તમ પાણી ગણાય છે. મઘાનું પાણી ગંગા સમાન ગણાય છે. મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો તેનું પાણી સ્ટોર કરીને રાખવામાં આવે છે. મઘાનું પાણી મીઠું હોય છે. મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો ઘાસ વધારે થાય છે. મઘા વરસે તો ચાણાનો પાક પણ સારો થાય છે.
17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર બેસી ગયું છે. મઘામાં નક્ષત્રમાં પુષ્કર માખીઓનો ઉપદ્રવ વધે છે. 31 ઓગસ્ટના પૂર્વ ફાલ્ગુણી નક્ષત્ર શરુ થશે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં મચ્છરનો ઉપદ્રવ થાય છે. તેમજ સુર્ય ઉતરા ફાલ્ગુનીમાં આવે છે. ત્યારે ઓત્રા ચીત્રાનો તાપ શરુ થાય છે અને માખી મચ્છરનો નાશ થાય છે.
ચોમાસામાં માખી મચ્છરનો ઉપદ્રવ વધે છે. તેમજ જીવાત પણ થતી હોય છે. જેના કારણે લોકો પરેશન રહે છે. મચ્છરના કારણે રોગચાળો પણ વધે છે. ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળાના કેસમાં પણ વધારો થતો જોવા મળે છે. અંબાલાલ પટેલે (ambalal patel) ક્યા નક્ષત્રમાં શુ થાય છે? તેની માહિતી આપતા જણાવ્યુ હતુ કે, મઘા નક્ષત્રમાં માખીઓનો ઉપદ્રવ વધશે અને પૂર્વ ફાલ્ગુનીમાં મચ્છરનો ઉપદ્રવ થાય છે.
ટામેટાંનો પાવર હોય તો કાઢી નાખજો! 250, 100નો જમાનો ગયો, હવે મળશે 30 રૂપિયા પ્રતિ કિલો, જાણો ક્યારથી
હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલે રાજ્યના કયા ભાગોમાં કેવો વરસાદ થશે તે અંગે જણાવ્યું છે. આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે રાજ્યમાં 19 થી 21 ઓગસ્ટ દરમિયાન વરસાદ થવાની આગાહી કરી છે.