સતત ચોથા દિવસે સિંગતેલના ભાવમાં ભાવ વધારો થયો છે. આજે સતત ચોથા દિવસે સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.40નો વધારો થતાં ચારેકોર હાહાકાર મચી ગયો છે. ચાર દિવસમા સિંગતેલના ભાવમાં રૂ. 190નો વધારો થયો છે. હવે આ ભાવ વધારો સાંભળીને ગૃહીણીઓ રાડો પાડી રહી છે. સિંગતેલના ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવી નાખશે એમાં કોઈ શંકા નથી.
ભાવ વધારો ગુજરાતીઓની પાછળ પડી ગયો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે સિંગતેલના ભાવમાં ફરી એકવખત વધારો થયો છે. ગઈ કાલે ત્રીજા દિવસે સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.50નો વધારો થયો હતો. ત્રણ દિવસમા સિંગતેલના ભાવમાં રૂ. 150નો વધારો થતાં ગૃહીણીઓએ હોં દેકારો કરી નાખ્યો હતો. સિંગતેલના ડબ્બાનો ભાવ 2900 રૂપિયાને પાર પહોંચી ગયો હતો અને હવે તો 3000 થઈ જશે એવું લાગી રહ્યું છે.
ગુજરાતમાં મહિલાઓને હવે કપરાં દિવસો આવ્યા છે. કારણ કે ગુજરાતમાં સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે ફરી સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાતા ચારેકોર હાહાકાર મચી ગયો હતો. જો કે જોવા જેવી વાત એ છે કે એકબાજુ લગ્નની સિઝન ચાલી રહી છે એવામાં સિંગતેલમાં ભાવવધારો થાય એ દુખદ ઘટના ગણી શકાય.
5 રાશિને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે, શનિ અને સુર્ય એવો કમાલ કરશે કે તમને બધા સલામી મારશે
સિંગતેલમાં વધારો થતાં મોંઘવારીમાં પિસાતી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. મહત્વનું છે કે ગઈકાલે પણ સિંગતેલના ભાવ વધ્યા હતા.