એક તરફ રાત્રે વીજળી આપવામા આવી રહી છે અને બીજી તરફ કડકડતી ઠંડી, ટોળકી બનાવીને પાકને પાણી પીવડાવવા આ રીતે કરી રહ્યા છે કામ  

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ખેડૂતો  અવારનવાર વીજળીના સમયને લઈને હેરાન થતા રહ્યા છે. હાલ પણ રાજકોટના ખેડૂતો આ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ધોરાજીમા ખેડૂતોને એક તરફ રાત્રે વીજળી આપવામા આવી રહી છે અને બીજી તરફ કડકડતી ઠંડી. હવે આવી સ્થ્તિમા પાકને પિયત આપવા માટે ધોરાજીના કેટલાક ગામોમાં ખેડૂતોએ ટોળકી બનાવી છે.

ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

મળતી માહિતી મુજબ આ ખેડૂતો એરંડા, બાજરી, ઘઉં, ઘાસચારા સહિત અનેક પાકોનું વાવેતરમા આકરી ઠંડીમાં ઠૂંઠવાઈને પાણી આપી રહ્યા છે. હવે આવી સ્થિતિમા કડકડતી ઠંડીમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનો નિર્ણય લેવાય તો તેમને થોડી રાહત મળી શકે છે. રાજ્યમાં ઠંડી અંગે વાત કરીએ તો આવનારા દિવસોમા વાતાવરણ કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાણકારી આપી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ માત્ર શિયાળામા કડકડતી ઠંડી પડશે એટલુ જ નહી પણ આ વખતે ઉનાળામા પણ ભારે તડકો રહેશે.

વાવેતરમા આકરી ઠંડીમાં ઠૂંઠવાઈને પાણી આપી રહ્યા છે

આ વર્ષે ઉનાળામાં ગરમીના તમામ રેકોર્ડ બ્રેક થાય તેવી શકયતા છે. માર્ચથી આ ગરમીની શરૂઆત થશે જે એપ્રિલ અને મે મહિનામાં આકરુ સ્વરૂપ બતાવશે. આ સાથે અંબાલાલ પટેલે કહ્યુ છે કે 3થી 4 માર્ચથી ગરમીમાં વધારો થવાનુ શરૂઆત થશે અને મહત્તમ તાપમાન માર્ચમા 36 ડિગ્રી ઉપર જશે. આ બાદ વાતાવરણમા પલાટો આપવાનુ શરૂ થશે અને 7 અને 8 તેમજ 12થી 14માં માર્ચમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

સિગ્નલ પર જ મુકેશ અંબાણીએ કર્યુ હતુ 38 વર્ષ પહેલા નીતા અંબાણીને પ્રપોઝ, લોકો હોર્ન મારવા લાગ્યા, નીતાએ જવાબ આપ્યો પછી જ કાર આગળ ચલાવી

આ વર્ષે ગજલક્ષ્મી યોગ આ રાશિના લોકોનું ભાગ્ય બદલી નાખશે, સારા દિવસોની થશે શરૂઆત, જાણો તમારી રાશિ વિશે

20 વર્ષ પછી બની રહ્યા છે આ રાજયોગ, આ 3 રાશિના લોકોને થઈ જશે જલસા, દરેક ક્ષેત્રમા મળશે સફાળતા

માર્ચ મહિનામાં બાદ ગરમીમા વધારો થશે અને 14 થી 19 માર્ચમાં વાતાવરણ બદલયેલુ અનુભવાશે. આ બાદ 20 થી 21 માર્ચમાં ગરમીનું પ્રમાણ વધશે અને સાથે 25 થી 26 માર્ચ દરમિયાન દરિયાના કિનારે પવન ફૂંકાવા લાગશે. એપ્રિલ મહિનામાં 20 એપ્રિલથી આકરી ગરમી શરૂ થશે. વૈશાખ મહિનામાં લૂ ફુંકાશે અને 9 અને 10 મે મહિનામાં દરિયાકિનારે ધીમે-ધીમે વાવાઝોડાનુ બંધન થતુ જોવા મળશે. આ દરમિયાન બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની વધુ અસર રહે તેવી સંભાવના છે.


Share this Article
TAGGED: ,