ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આપ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આ અઠવાડિયામાં જ ધોરણ 10નું પરિણામ જાહેર કરી દેશે. તેમજ ધોરણ 12નું પરિણામ પણ 30 તારીખની આસપાસ જાહેર થઈ શકે છે. ધોરણ 10ના 9.50 લાખ વિદ્યાર્થીઓના પરિણામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તેમજ ધોરણ 5.65 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે, આ અંગે ગુજરાત બોર્ડ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
ગુજરાત શિક્ષણ બોર્ડ વેબસાઈટ પર જાહેર કરશે પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓના પરિણામ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરશે. વિદ્યાર્થીઓ આ વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકશે. ઉપરાંત વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પોતાનું પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ SSC<space>રોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામો મેળવી શકશે.
02 મે 2023ના ધો. 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું
ઉલ્લેખનીય છે કે, ગત 2 મે 2023ના રોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર થયું હતું. જેમાં મોરબી જિલ્લો 83.22 ટકાના પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે હતો, જ્યારે દાહોદ જિલ્લો છેલ્લા ક્રમે રહ્યો હતો. કેન્દ્રની વાત કરીએ તો સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું 90.41 ટકા આવ્યું હતું. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું 22 ટકા આવ્યું હતું. તો રાજ્યની 27 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું હતું. રાજ્યમાં 76 શાળાઓનું પરિણામ 10%થી ઓછું આવ્યું હતું.
આ પણ વાંચો
Joint Family: આ પરિવાર એટલો મોટો કે તાલુકો બની જાય, 184 લોકો, 25 કિલો શાકભાજી, 25 કિલો લોટની રોટલી…
આ રીતે ચેક કરો રિઝલ્ટ
Step 1- પરિણામ જોવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
Step 2- વેબસાઈટ પર GSEB HSC Result 2023 અથવા GSEB SSC Result 2023 લિંક પર ક્લિક કરો.
Step 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
Step 4- તે પછી Submit બટન પર ક્લિક કરો.
Step 5- GSEB Result 2023 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
Step 6- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.