હવે ગુજરાતમાંથી ચોમાસાસુ વિદાય લેવાની તૈયારીમા છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે. આ બાદ ખાસ કરીને ખેલૈયાઓ ચિંતામા મૂકાઈ ગયા છે. ત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમા મેધરાજા ધડબડાટી બોલાવે તેવી શકયતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિના દિવસોમા સામાન્ય વરસાદ રાજ્યભરમા જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસવાની ખાબકશે.
ફરી આવી આગાહી પાછળ બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશર માનવામા આવી રહ્યુ છે. રાજ્યમાં 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત મેધમહેર જોવા મળશે. બીજી તરફ કચ્છમાં મંગળવારથી ચોમાસાની વિદાયની થઈ રહી છે. માહિતી મુજબ કચ્છમાં ચોમાસાના 86 દિવસમાં સરેરાશ 456 મિમી વરસાદની સામે 845 મિમી વરસાદ પડ્યો છે.