અમૂલે દેશભરના બજારમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરના દરો અનુસાર હવે મંગળવાર એટલે કે 1 માર્ચથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર (ગુજરાત)ના બજારોમાં અમૂલ ગોલ્ડ દૂધની કિંમત 500 મિલી દીઠ રૂ. 30, અમૂલ તાઝા રૂ. 24 પ્રતિ 500 મિલી અને અમૂલ શક્તિ રૂ. 27 પ્રતિ 500 મિલી મળશે.
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ દૂધના ભાવમાં વધારો કર્યો છે. અગાઉ જુલાઈ 2021માં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ ભાવવધારો સોના, તાઝા, શક્તિ, ટી-સ્પેશિયલ, તેમજ ગાય અને ભેંસના દૂધ વગેરે સહિત અમૂલ દૂધની તમામ બ્રાન્ડ પર અસરકારક રહેશે.
આ બાદ ફરી એકવાર લગભગ 7 મહિના અને 27 દિવસના અંતરાલ બાદ કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ મામલે કંપનીએ કહ્યું કે ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો ભાવ વધારાનું કારણ છે.