ફરી એકવાર ગુજરાતનાં દરિયાકાંઠેથી ડ્રગ્સ મળી આવ્યુ છે. કંડલા પોર્ટથી 15 કિ.મી દૂર લગભગ 250 કિલો જેટલું 2500 કરોડની કિમતનુ ડ્રગ્સ પકડાયુ છે. મળતી માહિતી મુજબ ગુજરાત ATS અને DRIએ સંયુક્ત કામગીરી દ્વારા આ કન્ટેનર ઝડપી પાડયુ હતું. આ હેરોઈન અફઘાનિસ્તાનમાંથી અહી લાવવામા આવી રહ્યુ હોવાની આશંકા સેવાઈ રહી છે.
બીજી તરફ હજુ પણ એજન્સીઓને શક છે કે વધુ કન્ટેનર પણ હોય શકે છે જે અંગે તપાસ થઇ રહી છે. આ સાથે કહેવામા આવી રહ્યુ છે કે રો ડ્રગ્સ પાકિસ્તાનમાં તૈયાર થઈ અફઘાનિસ્તાન અને ઇરાનના મારફતે ભારત લાવવામાં આવી રહ્યુ છે.