છેલ્લા 2-3 દિવસથી રાજ્યમા વરસાદનુ જોર થોડુ ધીમુ પડ્યુ છે. આ બાદ હવે ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી દીધી છે. આગાહી મુજબ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ અને નર્મદા સહિત આજે 6 જિલ્લામાં વાતાવરણમા પલટો આવશે. હળવા વરસાદ સાથે વાદળછાયુ વાતાવરણ રહેશે અને હળવા ઝાપટાની પણ શકયતા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર અને જૂનાગઢમાં હળવો વરસાદ ફરી શરૂ થઈ જશે.
અત્યાર સુધીના રાજ્યમાં ખબકેલા વરસદ અંગે વાત કરીએ તો 70.07 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમા કચ્છમાં સૌથી વધુ સિઝનનો વરસાદ નોંધાયો હોવાનુ સામે આવ્યુ છે જે 117 ટકા જેટલો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 82.46 ટકા, સૌરાષ્ટ્રમાં 61.97 ટકા અને મધ્ય ગુજરાતમાં 61.65 ટકા તથા ઉત્તર ગુજરાતમાં 56.86% વરસાદ નોંધાયો છે.