બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત ની વણજાર યથાવત હોય તેમ ત્રણ ઘટનાઓ સામે આવી છે જેમાં એક વ્યક્તિ નું મોત થયું છે જ્યારે ત્રણ થી ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે, જિલ્લા ના બાલારામ પુલ પર એક પછી એક વાહનો ટકરાતા ટ્રાફિક જામ ના દ્રશ્ય સર્જાયા હતા જોકે 7 કલાક ની જહેમત બાદ ટ્રાફિક ખુલ્લું કરાયું હતું તો બીજી બાજુ ડીસા શહેર માં ઇક્કો વાહનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી જોકે સદ નસીબે મુસાફરો નો બચાવ થયો હતો.
જ્યારે મોડી રાત્રે પાલનપુર આરટીઓ ચેકપોસ્ટ નજીક પુર ઝડપે આવતું ટ્રક રોડ ની સાઈડ માં ઉભેલા વાહનો ને અડફેટે લઈ હોટલ માં ઘુસી ગઈ હતી જેમાં એક વ્યક્તિ નું મોત થયું હતું ત્રણે જુદા જુદા બનાવો માં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે,બાલારામ પુલ પર બનેલી ઘટના માં બટાકા ભરેલા ટ્રેક્ટર ને અકસ્માત નડ્યો હતો જે ટ્રાફિક ખુલ્લું કરાવતા સમય વધુ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જ્યા હતા.
તો વળી ડીસામાં ચાલતી ઇક્કોમાં આગ લાગતા ઇક્કોમાં બેઠેલા મુસાફરો એ જીવ બચાવવા ગાડીમાંથી દોટ મૂકી હતી જોકે ઇક્કો કાર આગની જ્વાળામાં બળી ને રાખ થઈ ગઈ હતી.
પાલનપુર આરટીઓ ચેકપોસ્ટ નજીક એક ટ્રક ચાલકે પુરઝડપે વાહન ચલાવી નિર્દોષ લોકો નો જીવ જોખમ માં મુક્યો હતો અને રોડની સાઈડમાં ઉભેલા વાહનોને એક પછી એક ને ટક્કર મારી હોટલ ના પાર્લર માં જઈ ઘસી ગઈ હતી જે ઘટના સીસીટીવીકેમેરામાં કેદ થઈ હતી