ભવર મીણા ( પાલનપુર ): બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ ના વરસાદ ના વિરામ બાદ પુન વરસાદી માહોલ સર્જાયો છે.જોકે બનાસકાંઠા જિલ્લા ને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ પર હોવા નું જણાવતા જિલ્લા નું વહીવટી તંત્ર સતર્ક બની ગયું છે.તો બીજી બાજુ રાજસ્થાન તેમજ બનાસકાંઠા જિલ્લામાં માં ગત મોડી રાત્રિથી વરસાદી માહોલ સર્જાયો હોવાથી નદી માં પાણી નો પ્રવાહ વધવા ની શક્યતાઓ સેવાઈ રહી છે.
બનાસકાંઠા જિલ્લા ની જીવાદોરી સમાન મનાતી બનાસનદી રાજસ્થાન થી નીકળે છે.અને અમીરગઢ નજીક થી ગુજરાત રાજ્ય માં પ્રવેશ કરે છે.જોકે રાજસ્થાન માં પડેલા અગાઉ વરસાદ ના લીધે દાંતીવાડા ડેમ માં નોંધપાત્ર પાણી નો સંગ્રહ થયો હતો. દાંતીવાડા ડેમ માં મંગળવાર ના સવાર સુધી 70 ટકા ઉપરાંત પાણી નો સંગ્રહ થયો હોવાથી નીચાણવાળા વિસ્તાર ને તંત્ર દ્વારા એલર્ટ રહેવા સૂચન વહીવટી તંત્ર દ્વારા કરાયું છે.
તો બીજી બાજુ પર્વતીય પર્યટક સ્થળ માઉન્ટ આબુ માં ગત રાત્રે બે ઇંચ તો આબુરોડ માં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાથી તેમજ હવામાન વિભાગ ની આગાહી મુજબ વરસાદી માહોલ જામેલો હોવાથી બનાસનદી માં પાણી નો પ્રવાહ વધવા ની તેમજ દાંતીવાડા ડેમ ભરાવવા ની શક્યતાઓ સેવાઇ રહી છે