અમદાવાદ રાખડતા ઢોરનો ત્રાસ ખુબ જ જોવા મળે છે. અત્યાર સુધીમા રેઢીયાળ ઢોરને કારણે અનેક અકસ્માતની ઘટના બની છે અને લોકના મોત પણ નિપજ્યાં છે. હવે રખડતા પશુ મુદ્દે આજે હાઈકોર્ટ મોટો આદેશ આપ્યો છે. આજે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યુ છે કે મહાનગર પાલિકાઓને 17 ઓક્ટોબર સુધીમાં રખડતા પશુઓ પકડવા અને પશુ પકડવાની કામગીરી ચોવીસે કલાક ચાલુ રાખવી.
રખડતા ઢોરને કારણે અમદાવાદના નવા નરોડામાં મુન લાઈટ સોસાયટીમાં રહેતા ભાવિન પટેલનું મોત નીપજ્યું હતું. તેઓની 29 સપ્ટેમ્બરના રોજ ટોરેન્ટપાવર કંપનીમાં બેસ્ટ કર્મચારી તરીકે એવોર્ડ પસંદગી થતા એવોર્ડ માટેના ડોક્યુમેન્ટના ઝેરોક્ષ કાઢવા બહાર ગયા હતા. આ દરમિયાન જ મનોહરવીલા ચાર રસ્તા નજીક જ રખડતાં ઢોરએ ભાવિન પટેલને અડફેડે લીધા જેમા તેમના માથામાં ગંભીર ઇજા થઈ અને બ્રેઇન હેમરેજ થઈ ગયુ.
આ બાદ તેમનુ મોત નીપજ્યું થયુ. આખા મામલાએ ત્યારે જોર પકડ્યુ જ્યારે મૃતકના પરિવાજનો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આઈપીસી 304 મુજબનો ગુનો નોંધાવ્યો. મળતી માહિતી મુજબ અમદાવાદમા દાણીલીમડા અને બાકરોલમાં કુલ 4,865 પશુ છે.
તંત્રને એક પશુનો 1 દિવસનો નિભાવ ખર્ચ એક હજાર રૂપિયા આવી રહ્યો છે. બીજી તરફ વડોદરાની વાત કરીએ તો અહી એક વર્ષમા 4 હજાર 638 જેટલા રખડતા પશુ પકડયા છે. આ માટે વડોદરા મહાપાલિકાએ 2.72 કરોડનો ખર્ચ કર્યો છે.