દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, રોટરી ક્લબ અમદાવાદ સાઉથ અને દિવ્યમ, , હેલ્પીંગ હેન્ડ, લાયન્સ કલબ અમદાવા્દ સંવેદના, લોક પત્રિકા દ્વારા રાજ્ય કક્ષાએ પેરા ચેસ અને કેરમ ચેમ્પિયનશીપનું આયોજન વસ્ત્રાપુર ખાતે કરવામાં આવ્યું. જેમાં ૧૦૦ અપંગ, પ્રજ્ઞાચક્ષુ, મુક બધિર, મનોદિવ્યાંગ સાથે કુલ ૧૩૩ દિવ્યાંગો અને ૮ વયસ્ક ખેલાડીઓએ ચેસ અને કેરમની રમત માં ભાગ લીધો હતો.
જેમાં પ્રથમ, દ્વીતીય અને તૄતિય સ્થાન મેળવનાર ને ટ્રોફી આપવામાં આવી. ચા, બિસ્કિટ અને બપોર ના ભોજનની- કેળાં, પૂરી, ચણા તથા પુલાવની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જેમાં દર્શિતા બાબુભાઇ શાહ, શુભાંગ મદનમોહન, ઇવાબેન પટેલ, ડો શિપ્રા ગુપ્તા, રોટરી કલબ દિવ્યમ માંથી રણજીત ભાઇ, સમ્યક વુમન્સ કલબમાંથી રાખીબેન, રોટરી કલબ સાઉથ માંથી વિનોદભાઇ, ૠષિભાઇ, શીલ્પાબેન, સીમીતાબેન, ઇવાબેન પૂનમ અગ્રવાલ, અમિતા બેન, ડૉ અર્પિત ડેલીવાળા હાજર રહ્યાં હતાં.
આ પ્રસંગે ક્ષિતિશભાઇ મદનમોહન, પ્રિન્સ તથા યજ્ઞેશભાઇ પંડયા – પ્રીન્ટ વીઝનનો તેમજ ચેસ રમાડવા બદલ રોહિતભાઈ, દિનેશ જાદવ અને વી કે પરમાર સરનો દર્શિતાબેન શાહ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.