ધોરણ 10ની વિદ્યાર્થીઑનુ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામા આવ્યુ છે. રાજ્યમા 65.18 ટકા પરિણામ નોંધાયુ છે અને 34% વિદ્યાર્થીઑ નાપાસ થયા છે. આ વર્ષે રાજ્યના 9 લાખથી પણ વધુ વિદ્યાર્થીઑએ બોર્ડની ધોરણ 10ની પરીક્ષા આપી હતી. આ વચ્ચે ઘણી જગ્યાએ ચોકાવનારા પરિણામ સામે આવ્યા છે. આણંદના ઉમરેઠની સ્વામી માયાતીતાનંદ શાળાના 25 વિદ્યાર્થીઓમાથી એકપણ વિદ્યાર્થી પાસ થયો નથી.
મળતી માહિતી મુજબ આ શાળા 51 વર્ષ જૂની છે. આ સાથે દર વખતની જેમ આ વખતે પણ રાહ્યની દીકરીઓએ દીકરાઓને પાછળ છાડી દીધા છે. આંકડાઓની વાત કરીએ તો રાજ્યમા સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા પરિણામ આવ્યું છે અને પાટણનુ સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે.
અમદાવાદ શહેરનું 63.18 ટકા અને ગ્રામ્યનું 63.98 ટકા પરિણામ આવ્યું છે. સુરતમાં સૌથી સારું 75.64 ટકા પરીણામ જોવા મળ્યુ છે. આ સિવાય રાજકોટનુ 72.86 ટકા, વડોદરામાં પણ 61.21 ટકા નોંધાયુ છે.