અલ્પેશ કારેણા ( અમદાવાદ ): દરેક નેતાઓને પોતાની અલગ અલગ સ્ટાઈલ હોય છે. એ પછી ગામનો સરપંચ હોય કે પછી દેશના વડાપ્રધાન. ત્યારે આજે વાત કરવી છે પરસોત્તમ રૂપાલાના નવા લૂકની કે જેની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. કારણ કે મોદી સરકારમાં સૌરાષ્ટ્રનાં બે કદાવર નેતામાં એક પરસોત્તમ રૂપાલાનું નામ છે. ત્યારે હાલમાં પરસોત્તમ રૂપાલાનો શુટમાં એક નવો જ લૂક વાયરલ થઈ રહ્યો છે.
લોકપત્રિકા સાથે વાત કરતાં આ કપડા બનાવનાર મુંબઈના ખુબ જ જાણીતા જીતુભાઈ લાખાણી પાસે તૈયાર કરાવડાવ્યો છે. જીતુભાઈ વર્ષોથી તારક મહેતા શોના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના કપડાં બનાવે છે અને આજની તારીખે પણ જેઠાલાલના કપડાં તેઓ જ બનાવે છે. મુંબઈમાં તેમની ખુબ જ પ્રખ્યાત દુકાન NV2 આવેલી છે કે જેનું દેશ લેવલે નામ છે.