Gujarat Weather: નવા વર્ષની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારે ઝાકળ અને ઠંડીનો લોકો અનુભવ લોકો કર્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ વરસાદની કોઈ જ આગાહી નથી. તમને જણાવી દઈએ કે થોડા દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નહિવત છે તો બીજી તરફ ઠંડીનો પારો વધી શકે છે.
જો તાપમાનની વાત કરીએ તો નલિયામાં બીજા દિવસે પણ ઠંડીનો પારો 9 ડિગ્રી નીચે તાપમાન નોંધાયું હતું. જ્યાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદમાં 15 થી 16 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થયો છે.
શહેરમાં ઠંડીનાં કારણે ધુમ્મસ ભર્યો માહોલ રહ્યો હતો. હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તરથી પૂર્વીય તરફ પવન ચાલી રહ્યો છે. તેમજ વાદળો હટતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદીઓએ થોડા દિવસ ઠંડીનો ચમકારો સહન કરવો પડી શકે છે.
ગાઢ ધુમ્મસ થતા ખેડૂતોની ચિંતા વધી
આજે નવસારી સહિત શાકભાજી પકવતા તાલુકામાં ધુમ્મસ છવાયું હતું. જેના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગાઢ ધુમ્મસ થતા શાકભાજી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોનાં પાકમાં ફૂગ જન્ય રોગ થવાની પણ શક્યતા છે.
ધુમ્મસને કારણે વાહનચાલકો પરેશાન
આસામમાં વહેલી સવારે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 13 લોકોના મૃત્યુ, 30થી વધુ ઘાયલોની સારવાર ચાલુ
ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં તોતિંગ વધારો, આટલા પૈસા મોંઘુ થયું, હડતાળ કે પછી કોઈ બીજું કારણ??
નવસારી, સુરત, બોટાદ સહિત મહેસાણા જીલ્લામાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી.જ્યાં ઠંડીમાં પણ આંશિક વધારો જોવા મળ્યો હતો. ધુમ્મસને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા.